________________
બીજી ગાથામાં કહેવાયેલા નાસ્તિક વિ. અગ્યાર એ પ્રમાણે અગ્યાર પ્રકારના છે ઈતિ ગાથાનો સાથે મળીને અર્થ થયો હવે પ્રત્યેક દૃષ્ટાંત ને દૃષ્ટાંત વાળાની સાથે યોજવા વડે બે ગાથાનો વિચાર (વિનિમય) આ પ્રમાણે છે.
(૧) ચક્ષુ ઈન્દ્રિયને વશ થવાથી તેજ માત્રમાં વિશેષ મોહિત થયેલા પતંગિયા હિત અહિતના વિચારની શૂન્યતાના કારણે સુખનાઅર્થિ હોવા છતાં ઝડપથી દીપની જ્યોતિ (અગ્નિ)માં પડતાં બળવાના દુઃખને જ અનુભવે છે.
તેવી રીતે નાસ્તિકો :- પાંચ પ્રકારના વિષય સુખની લંપટતાથી માત્ર આ લોકના જ સુખના અર્થિઓ પરલોકના સુખની શ્રેણિને પ્રાપ્ત કરવાના ઉપાયોની વિચારણા કરવામાં શૂન્ય, નકાદિના દુઃખને અવગણિને સુખના અર્થિ હોવા છતાં પણ નાસ્તિકવાદ રૂપી અગ્નિમાં પડેલા અનંત દુઃખરૂપ દાહને મેળવનાર જ થાય છે. ઈતિ પ્રથમ દૃષ્ટાંત અને દાષ્ટાંતિક યોજના 11911
(૨) મસય ઃ- જેવી રીતે મચ્છરો ઉપલક્ષણથી ડાંસ વિ. મનુષ્ય, સિંહ, હાથી, બળદ વિ. ના દંશો વડે રક્ત પીવાના કારણે બીજાને પીડા -સંતાપ આપવા થકી જ આજીવિકા વડે જીવનારા મરણ સુધીનું આવતું દુઃખ ભૂલીને દેશતા એવા તેઓ તેના વડે જ મરે છે. અહીંયા અને ૫૨ભવમાં દુઃખને પામે છે.
એ પ્રમાણે “બલ પિંડોલગત્તિ” એટલે કે બલાત્કારથી ભીક્ષા લઈને જીવનારા ચારિક, કંગક, નપુંસક (પાવૈયા) કોઢની વ્યાધિવાળા, નાવિક, ઝીણું ઝીણું બોલનારા, મુંડનવાળા, સર્પને ધરનારા વિ. (માંગણ જાતો) ઉપલક્ષ્ણથી ચોર, ઉઠાઉગીર, ચાડીયા, જેલમાં પડેલા અને માર્ગથી વિમુખ, દાકિાદિ અને હંમેશા બીજાના છીદ્રો જોનારા વિવાહ વખતે, સાધર્મિક વાત્સલ્ય વિ. આનંદના પ્રસંગ વિ. માં અને બીજી રીતે પણ માથું, પેટ ફુટવા આદિ કુકર્મ વડે હંમેશા પારકું ધન ગ્રહણ કરવાના ઉપાયની એક ચિંતા કરીને આર્ત - રૌદ્ર દુર્ધ્યાન વડે ઉપાર્જન ક૨તા નરકાદિ યોગ્ય પાપ અને વિવિધ પ્રકારે પૈશુન્ય (ઈર્ષ્યા) વિ. કુકુર્મ થકી બીજાને ઉદ્વેગ ક૨ના૨ી પ્રવૃત્તિથી જીવનારા પોતાના પેટની પૂર્તિ માત્ર જ સુખના અભિલાષી બીજાને સંતાપ ઉપજાવનારા પરલોકના દુઃખને નહિ જોનારા તેવા તેવા પ્રકારના સુખના
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (257) અંશ-૩, તરંગ-૩