________________
કુમારી વિ. ફલને આપનારા અને કંટકાદિ વાગવાથી અનર્થકારી હોય છે. ||૧|| કેટલાક ધવ, સલ્લકી (ઘાસની જાત) પલાશ, પનસ, શિશપ વિ. નિઃસાર, નિષ્ફલ (ફલ વગરના) અને વિશેષ રીતે અનર્થ ઉત્પન્ન કરનારા છે. II૨ા કેટલાક બોરના ઝાડ, શમી, ખદીર આદિના ઝાડો નિસ્સાર શુભફળ વાળા પરંતુ કંટકો વડે ઘાવ કરનારા આદિ અનર્થને કરનારા છે. કેટલાક કીમ્પાકાદિ વૃક્ષોના ફળો ખાવામાં મીઠા પરિણામે રસ વિનાના ફળવાળા છે. II૪' કેટલાક ઉદુમ્બર, બીજોરાદિ નિસ્સાર ફળવાળા અને કંટક વિનાના હોવાથી (અભાવથી) અનર્થ ને નહિ કરનારા હોય છે. ॥૫॥ કેટલાક નારંગી, જાંબુ, કરણ વિ. ના ઝાડો મધ્યમ પ્રકારના ફલવાળા અને અનર્થ નહિ કરનારા હોય છે II૬॥ કેટલાક રાજાદન (રાયણ) આંબા, પીયંગુ વિ. ૨સ યુક્ત સારા પુષ્પ અને સારા ફળ વાળા હોય છે. અહીંયા આ ઝાડો (માલિકી વગરના જંગલના જાણવા) ગ્રહણ કરેલા એટલે કે રાજાના ઉદ્યાનમાં થયેલા ગણવા (જાણવા) |૭|| એ પ્રમાણે તરતમતાથી અધમ – મધ્યમ અને ઉત્તમ ઝાડોના વિવિધપણાથી ગિરિવનો પણ વિવિધ (વિચિત્ર) પ્રકારના હોય છે.
તેવી રીતે તાપસો જે કહ્યા છે. તે શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં થયેલા (ધરમ નહિ સમજનારા) જે પહેલાં થયાં છે. તે તાપસો ગ્રહણ કરવા તેના ઉપલક્ષણથી નૈયાયિક, વૈશેષિક, જૈમીનીય, સાંખ્ય, વૈષ્ણવ આદિને આશ્રયીને રહેલા બધાજ લૌકિક ધર્મો ગ્રહણ કરવા અને ચરક પરિવ્રાજક આદિ પણ લેવા વળી તેઓ જુદા જુદા હોવાથી જુદા જુદા ફલ આપનારા છે.
તે આ પ્રમાણે કેટલાક મહાયજ્ઞ, સ્નાન, હોમ આદિ કંથેરી વિ. ની જેમ પ્રાયઃ કરીને પરલોકમાં નરકાદિ અનર્થરૂપ ફલ આપનારા છે. કેટલાક આ લોકને વિષે પણ તુરુમીલ્લી નગરીના દત્તરાજાની જેમ કોઈપણ જાતના શુભલવાળા નથી. અને તેવી રીતે આરણ્યક (ઉપનિષદ)માં કહ્યું છે કે “જેઓ અહીંયા “જે જે રીતે યજ્ઞમાં પશુઓને પ્રવેશ કરાવે છે. તેઓ”
તેવી રીતે શુક સંવાદમાં કહ્યું છે કે :- યૂપખોદીને પશુઓને હણીને,
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 248 અંશ-૩, તરંગ-૨