SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ દુઃખ દાયક, અનર્થ કારક બને છે. વળી તેમાં લોકો તરફથી નિંદા, તિરસ્કાર, રાજા તરફથી દંડ વિ. ની ભીતીથી પ્રવેશ દુષ્કર છે. અને જેઓ પ્રવેશ કરી ગયેલા છે. તેઓનું સ્વેચ્છા પૂર્વક મધ - માંસ વિ. ભક્ષણ, સ્વ અને પરસ્ત્રીના વિશેષ પ્રકારે ભોગાદિ વિષય સુખના સ્વાદમાં લંપટતા વિ. ના કારણે તેમાંથી બહાર નીકળવું દુર્ગમ છે. તેથી તે સર્વથા સંપૂર્ણ પણે છોડવાજ લાયક છે. ‘‘દુર્ગતિમાં પડતા જીવોને જે ધારે છે (બચાવે છે)” તેને ધર્મ કહેવાય છે. ઈત્યાદિ અર્થ ઘટનમાં અભાવ હોવા છતાં પણ તેના આશ્રિત લોકો વડે ધર્મ ધારણ ક૨વાથી ધર્મનો ઉપચાર કર્યો છે. એ પ્રમાણે આગળ ઉપર પણ એ પ્રમાણે વિચારવું ઈતિ પ્રથમભેદ I॥૧॥ (૨) સમી બમ્બુલ વન ઃ- ઉપલક્ષણથી ખદીર (ખીજડાનું ઝાડ), બોર, કેરડો વિ. ના વન એકલા અથવા મિશ્ર કહ્યા છે. (જાણવા) તેમાં વિશેષ પ્રકારના ફળો હોતા નથી. પરંતુ કંકાહ, સંગર, ક૨ી૨, બબુલ (બાવળ)ના ઝાડમાં ઉત્પન્ન થયેલા ફળો સામાન્ય અને નિરસ હોય છે. સંગર ના ફળો પ્રસિધ્ધ છે. શરૂઆતમાં કંઈક મીઠું હોય છે. તે કાંટાથી વ્યાપ્ત હોવાથી કાંટા વાગવાથી અનર્થના કારણ ભૂત થાય છે. એ પ્રમાણે બૌધ્ધોનો ધર્મ બ્રહ્મચર્ય વિ. કેટલાક ક્રિયા ધ્યાનાદિ યુક્ત હોવાને કા૨ણે વ્યંતર દેવાદિ કંઈક શુભ ફલને આપે છે. કોમળ શૈયા, પ્રભાતે પીણું (દુધ, વિ. પ્રવાહી) મધ્યાહ્ન ભોજન, મધ્યરાત્રિએ દ્રાક્ષાસ્ત્રવ અને સાકર લેવાથી અન્ને શાક્ય પુત્ર (બુધ્ધ) મોક્ષ જોયો છે. III મુનિએ સુંદર ભોજન ક૨વું, કોમળ (સુંદર મુલાયમ) શયન, આસન રાખવું, સુંદર ઘરમાં રહેવું અને સુંદર ધ્યાન કરવું ॥૧॥ ઈત્યાદિ વચનથી શરીરને સારી રીતે પુષ્ટ કરનાર, મનને અનુકુલ આહાર શય્યાદિના પરિભોગથી, પાત્રમાં પડેલા માંસાદિનો પણ ત્યાગ નહિ ક૨વાથી અને જીભને (મુખને) મીઠો હોવા છતાં પણ ભવાન્તરે દુર્ગતિઆદિ અનર્થ ફલને આપતો હોવાથી તે પણ છોડવા યોગ્ય જ છે. આ પ્રમાણે બીજો ધર્મ ભેદ થયો (૨) (૩) ગિરિવનો ઃ- તે જુદા જુદા પ્રકારના હોય છે. ઉપલક્ષણ થી જંગલો, ઉદ્યાનો ગ્રહણ કરવા તેમાં કેટલાક ઝાડો સ્નેહિ (રસ ઝરતાં) કંથેરી - ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 247) અંશ-૩, તરંગ-૨ 399/mammel
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy