SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ જયંતી - હે ભગવન્! આમ કેમ કહો છો ? પ્રભુ - હે જયંતી ! જે જીવો અધર્મિ, અધર્મ માર્ગી, અધર્મીષ્ટ, અધર્મ કહેનારા અને અધર્મથી જ વૃત્તિ (આજીવિકા, વેપાર) કરનારા, અધર્મદર્શી, અધર્મથી લજ્જા નહિ પામનારા અને અધર્મ આચરનારા હોય છે. અધર્મથી જીવન જીવનારા હોય છે. તેવા પ્રકારના જીવો દુર્બલ સારા, કારણ કે આવા પ્રકારના જીવો ઘણા પ્રાણીઓને, આવોને, આત્માઓને (એકેંદ્રિય - વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને) દુઃખથી લઈ પરિતાપાદિ કરવામાં લીન બનતાં નથી. આવા પ્રકારના જીવો દુર્બલ હોવાના કારણે પોતાના આત્માને અને બીજાઓને અથવા સ્વપરને ઘણી રીતે અધર્મમાં જોડતા નથી. એટલે કે બહુ પાપ કરતા નથી. અને કરાવતા નથી. આવા પ્રકારના જીવોનું દુર્બલ પણું સારું છે. જે જીવો ધર્મી હોય તે સશક્ત સારા છે. તેઓ ઘણા પ્રાણીઓને જીવોને - આત્માઓને (એકેન્દ્રિય - વિકલૈંદ્રિય અને પંચેન્દ્રિય જીવોને) દુઃખી કરતા નથી. યાવત્ પરિતાપ ઉપજાવતા નથી. વળી તે સશક્ત હોવાથી પોતાને અથવા બીજાને અથવા સ્વપરને ઘણી રીતે ધર્મમાં જોડે છે. અને બીજાઓને જોડાવનાર બને છે. આવા પ્રકારના જીવો ઘણા પ્રકારે ઉપવાસ, છઠ્ઠ – અઠ્ઠમ - દસ વિ. નાના પ્રકારના તપ કર્મથી આત્માને ભાવિત કરતાં વિચરે છે. આવા પ્રકારના જીવોનું બળવાન પણું સારું છે તેથી હે જયંતી ! એ પ્રમાણે કહેવાય છે કે કેટલાક જીવો બલવાન સારા કેટલાક દુર્બલ સારા એ પ્રમાણે ભગવતી સૂત્રમાં જયંતી શ્રાવિકાના પ્રશ્નનો પ્રભુએ ઉત્તર આપેલ છે. દા.ત. મહાવીર પ્રભુના પૂર્વ ભવનો જીવ નંદનમુનિ, રાજા કુમારપાળ, સંપ્રતિ મહારાજા, પેથડમંત્રી, અભયકુમાર, દઢપ્રહારી, દ્રોણ, ગાંગેય, (ભીષ્મ પિતામહ) પાંડવો, ગજસુકુમાલ, ઢંઢણકુમાર આદિ જાણવા ઈતિ યુવાન દૃષ્ટાંતથી વિચારણા કરી તે આ ત્રીજો પુણ્યભેદ થયો Ill તેવી રીતે કોઈ બાલક વિ. મુગ્ધ કે અંધ પહેલાંની જેમ શેરડીનો સાંઠો ચાવવા માટે સમર્થ નહિ હોવાથી શેરડીનો રસ માંગતાં અપર માતાએ આપેલો એરંડાનો રસ પીધો તે ચાવવા વિ. ક્રિયાનો પ્રયાસ કર્યા વિના પણ ដាលពងងាយាenessesនងរវាង gaga9e88888888888ea98a86883%8888કયારણaaણકારા Resនងដាដងវេលណាងរាល રત્નાકર ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)](244)અંશ-૩, તરંગ-૧] 1, GR +=+1 ITHHURITIUDWIDELIWinTiIMER HSBS.BRRRRRANSELOROGORO BOGD200A288890
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy