SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર કરતાં તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું અને બારામતી નગરી જોઈ ત્યારે તે સાધુને વંદે છે. નમન કરે છે. ત્યારે તેણે તેમને શલ્યવાળા જોયા તે વખતે તેને ચિકીત્સા શાસ્ત્રયાદ આવ્યું પછી તે પર્વતમાં રહેલી શલ્યને ઉધ્ધારનારી અને ઘાને રુઝવનારી ઔષધી (જડીબુટી) લઈને આવ્યા પછી તેણે શલ્ય ઉધ્ધારવા (કાઢવા) પગ પર લેપ લગાડ્યો શલ્ય નીકળ્યા પછી પડેલા ઘા પર સંરોહણી લગાવી ઘા રુઝાવ્યો પછી તેમની આગળ શબ્દો લખ્યા જ્યારે હું પૂર્વ ભવમાં બારામતી નગરીમાં વૈતરણી નામનો વૈદ્ય હતો” ત્યારે તે જાણીને સાધુએ તે સાંભળે તે રીતે ધર્મને કહ્યો અને ભક્ત પચ્ચખાણ કરાવ્યું ત્રણ રાત્રિજીવીને તે સહસ્ત્રાર નામના (૮ માં) દેવલોકે ગયો અને ત્યાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. ત્યારે પોતાના પૂર્વ ભવના શરીરને (અવતારને) અને સાધુને જુએ છે. પછી તે ત્યાં આવીને દેવઋધ્ધિ બતાવે છે અને કહે છે. તમારી કૃપાથી મને આવી દેવઋધ્ધિ પ્રાપ્ત થઈ છે. પછી તે ‘દેવે તે સાધુને લઈને તેમને સાધુઓની પાસે મૂક્યા. એ પ્રમાણે વાનરને સમ્યસામાયિક, શ્રત સામાયિક, દેશવિરતિની સાધુની અનુકંપાથી લાભ થયો નહીં તો નરક યોગ્ય કર્મ કરીને નરકમાં ગયો હોત હવે તે ત્યાંથી ચ્યવીને ચારિત્ર લઈને મોક્ષને પામશે એ પ્રમાણે વૈતરણી વૈદ્ય-કથા કહી છે તેવી જ રીતે કોઈક બાલક માતાની પાસે શેરડીનો સાંઠો માંગે છે. તેણે પણ સ્નેહના કારણે સંભવિત પિત્તના ઉપશમ માટે પ્રયત્નપૂર્વક લાવીને તેને આપ્યો તેણે (બાલકે) પણ પહેલાની જેમ કંઈક ચાવ્યો અને માતા બીજા કામમાં વ્યગ્ર (લાગેલી) હોવાથી તેને તે ફેંકી દીધો. અને પિત્તના ઉપશમથી થોડી શાન્તિ થઈ. એ પ્રમાણે કોઈક ભદ્ર પ્રકૃતિવાળો મિથ્યાદૃષ્ટિ અથવા શ્રાવક કુલમાં ઉત્પન્ન થયેલો નસીબ જોગે કુલની પરંપરામાં આવેલા ગુરુને અથવા જૈન સાધુને પૂછ્યું તેમણે પણ સમ્યકત્વ દેશવિરતિ આદિ ધર્મ બતાવ્યો અને તેણે તે ધર્મ સ્વીકાર્યો પરંતુ આદર પૂર્વક નહિ છતાં સમ્યકજ્ઞાન આદિના કારણે કદાગ્રહ વિના પાલન કરે છે. ક્યારેક છોડી પણ દે છે. એ પ્રમાણે બાલકની જેમ તેવા પ્રકારની ધર્મારાધનાથી અલ્પ પ્રમાણમાં કુકર્મરૂપ પિત્તના ઉપશમનથી | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 239) અંશ-૩, તરંગ-૧ | શિકaaટરસારરરરરરરશ્ચમધ્યવરસરવરરરરરકaaaaaaaણસર સરાસરીઝરઝર ઝરણasseteટીડર Prepeasanaeseareenaagtaanegaણવરતારાહaneતળા : -
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy