________________
પણાથી અન્તઃ અસાર છે. તેવા પ્રકારના પાર્શ્વસ્થાદિ આચાર્યની જેમ. ઈતિ બીજો ભાંગો
આ બન્ને ભાંગા વાળા ગુરૂઓ પણ અયોગ્ય જ છે. શુધ્ધ પ્રરુપણાને વિષે બીજા ભાંગામાં રહેલા ગુરૂઓ અપવાદથી તેવા પ્રકારના સદ્ગુરુના યોગ વિ. ના અભાવમાં પૂર્વે કહેલા કારણોથી આશ્રય કરવા યોગ્ય પણ છે. ઈતિ.
(૩) જેવી ૨ીતે બીજો (કાલોદધિ) સમુદ્ર બધે એક સરખી અવગાહના વડે ૧૦૦ યોજન ઉંડાઈ અને શ્રેષ્ઠ રત્નોથી પૂર્ણ તલવારો હોવાથી અન્તઃસાર અને કલ્લોલાદિ (તરંગાદિ) થી રહિત હોવાથી બહારથી અસાર છે. લવણ સમુદ્રને છોડીને બાકી રહેલા સમુદ્રોમાં પાતાલ કલશાદિના અભાવને કારણે કલ્લોલ (તરંગ), ભરતી અને તેનો અવાજ વિ. હોતા નથી. તેવી રીતે કેટલાક ગુરુઓ સમ્યગ્ જ્ઞાનાદિ ગુણપણા વડે અન્તઃસારવાળા હોય છે. સ્વ આત્માને એકને જ તા૨વામાં ત૫૨૫ણા વડે અને દેશનાદિને વિષે અનાદરવાળા (દેશના દેતા નહિ) હોવાથી બહારથી અસાર છે. બહાર રહેલા લોકોમાં મહિમ (મોટી) પ્રસિધ્ધિ આદિ ન પામવાથી (બહારથી અસાર છે.) જેવી રીતે શ્રીમદાચાર્ય મહાગિરિસૂરિજી અને પ્રત્યેક બુધ્ધાદિ ઈતિ તૃતીય ભાંગો આ યોગ્ય છે. પરંતુ એકલા પોતાના જ આત્માનેજ તારવાવાળા છે. અને વળી પ્રથમ (લવણ) સમુદ્ર તેવા પ્રકારની ઉંડાઈ અને રત્નથી ભરાયેલો હોવાથી અન્તઃ સા૨વાળો છે. કલ્લોલ, ભરતી - ગર્જના આદિના આડંબરથી ભરાયેલો હોવાથી બહારથી પણ સારવાળો છે. તેવી રીતે કેટલાક ગુરુઓ સમ્યજ્ઞાનાદિ ગુણ વર્ષે અન્તઃસારવાળા હોય છે. શ્રી વજાસ્વામિ, શ્રી સિધ્ધસેન દિવાકર, શ્રી પાદ લિપ્તસૂરી ગુરુ આદિની જેમ સ્વ અને પરને તરવામાં અને તારવામાં સમર્થ હોવાથી એકાન્તે તેઓ યોગ્ય છે. આ પ્રમાણે ચોથો ભાંગો થયો. આ પ્રમાણે ગુરુને આશ્રયીને ચતુર્થંગી વિચા૨ી હવે એજ રીતે શિષ્યોને આશ્રયીને પૂર્વની જેમ ચતુર્ભૂગી વિચારવી ફક્ત દ્રાષ્ટાંતિકમાં કહેવાયેલી ગુણ વાણી આદિ વડે કરીને એની વ્યાખ્યા આ પ્રમાણે કરવી.
ગુણો ઃ- હ્રદયની ભક્તિ પૂર્વકના વિનયની ચતુરાઈ વિ. વાણી વિ. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (212) અંશ-૨, તરંગ-૧૨