SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ખાણ પાસે ગયો) તે વખતે તે કુંભાર નીચી દૃષ્ટિથી માટી ખોદતો હતો ત્યારે નિધિ (ચરુ) ની પ્રાપ્તિ થઈ છે તેવા તે કુંભારની ટાલને જોઈ-જોઈ-જોઈજોઈ એ પ્રમાણે બોલતો મુઠ્ઠીવાળીને પાછો ફર્યો. શંકાશીલ બનેલા કુંભારે અડધું અથવા આખું તારું પરંતુ ઉચા સ્વરે બોલ નહિ એ પ્રમાણે કહીને તેને બોલતો પાછો વાર્યો અને તેને (કમલે) નિધિને પ્રાપ્ત કર્યો. વળી કુંભાર પર દયા કરીને તેણે કંઈક થોડું તેમાંથી આપ્યું પછી આ લોકમાં અહીંયા પણ ધર્મના ફલને જોયું અને તેજ ગુરુનું શરણ સ્વીકાર્યું કહ્યું છે કે ધર્મને સમ્યકુ (સારી રીતે) આરાધીને સ્વર્ગપ્રાપ્ત કર્યું ક્રમે કરીને શિવ-મોક્ષને પ્રાપ્ત કરશે. જેવીરીતે આ ગુરુએ કમલને શામ-દામ-દંડ ભેદ અને મનોરંજનના વિવિધ પ્રકારો વડે બોધ પમાડ્યો તેવી રીતે જે ગુરુઓ ભવ્યજનોને તે તે પ્રકારના મનોરંજન આદિ વડે અને શામ - દામ દંડ – ભેદ વડે ધર્મમાં જે પ્રવર્તન કરાવે છે. તેઓ માતા સરિખા છે. ઈતિ માતાના દૃષ્ટાંતની વિચારણા થઈ. ' કલ્પતરુ - કલ્પતરુની જેમ કેટલાક ગુરુઓ શ્રેષ્ઠ જ્ઞાન લબ્ધિ સ્મૃધ્ધિથી યુક્ત દેવોને પણ આરાધ્ય ત્રણે જગતને પણ આરાધ્ય, ગ્રહણ કરવા યોગ્ય ગુણવાળા, જેની દેશના દુર્લભ છે તેવા, સર્વ ઈચ્છિત ફલને આપવાની શક્તિવાળા, ભક્તિરૂપી જલના અભિષેકથી પૂજાએલા, પોતાના આશ્રિતોને મન સારી રીતે માન્ય થયેલા, સંપૂર્ણ સુખરૂપી ફલને આપનારા હોય છે. ૧૫૦૩ તાપસાદિને પ્રતિબોધ કરવામાં તત્પર ખીરનું ભોજન વિ. કેવળ જ્ઞાન, અવધિજ્ઞાન, મનોવાંછિત ફલને આપનારા ગૌતમ ગણધરાદિની જેમ સંપૂર્ણ સુખને આપનારા કેટલાક ગુરુઓ હોય છે. એ પ્રમાણે સર્પાદિ દૃષ્ટાંતો દ્વારા બાર પ્રકારના ગુરુઓ કહ્યા તેમાં પહેલાં જ સર્વ રીતે અયોગ્ય છે. એવા કુગુરુઓ ત્યાગવા યોગ્ય છે. અને બીજા છ ભવરૂપી સમુદ્રને તરનારા અને તારવામાં સમર્થ ઉત્તરોત્તર અધિક અધિક અધિક ફલને આપનારા એવા તે સદ્ગુરુઓ આદર પૂર્વક સેવવા યોગ્ય છે. એ પ્રમાણે આનો સાર છે. હવે આજ બાર પ્રકારની ભંગી (ભાંગા) સાંભળનારાઓને પણ આશ્રયીને ટુંકમાં બતાવે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ), 164) અંશ-૨, તરંગ-૬ Raa #sessmetadataansalaaaaaaaawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaષતા aaaaaaaaaaaa#9888888888888888gmaanega Ras:
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy