________________
હે ભગવન્ ! આ પ્રમાણે બીજો કોણ જાણે ? રસહિન પૂર્વસૂરિની વાણીરૂપી વિષથી બળી ગયેલું મારૂં મન રૂપી વૃક્ષ આપની વાણીરુપ અમૃતના સિંચનથી ફરીથી ખીલી ગયું છે. તેથી વંદન માટે અને કથા સાંભળવા માટે હું નિત્ય આવીશ ત્યારથી તે નિત્ય આવવા લાગ્યો.
ક્યારેક અર્થ કથા, ક્યારેક સ્ત્રીકથા ક્યારેક ઈન્દ્રજાલ વિદ્યા-વિનોદ ક્યારેક પ્રશ્ન પૂછવા વગેરે કરતાં ૧ માસ વીતી ગયો વિહારનો અવસ૨ નજીક આવતાં શ્રાવકોએ યથા યોગ્ય નિયમોને લીધા કમલે પણ વિનય પૂર્વક ગુરુને પૂછ્યું (કહ્યું) કે મારા યોગ્ય મને પણ નિયમ વિ. જે ક૨વા યોગ્ય કાર્ય હોય તે કહો.
ગુરએ કહ્યું કે :- હે ભદ્ર ! અમે વિહાર કરવાની ભાવનાવાળા છીએ (વિહાર કરીએ છીએ) તું કંઈ પણ નિયમ ગ્રહણ કર પુરુષાર્થોમાં ધર્મ એજ સાર છે. અને તે સંયમ દ્વારા સાધી શકાય છે. ઈત્યાદિ કમલ પણ મશ્કરી કરતાં બોલ્યો મેં પહેલા ઘણા બધા નિયમો લીધેલા જ છે. તે આ પ્રમાણે બેઠા બેઠા ઉંઘવું. પોતાની ઈચ્છાથી મરવું નહિ, આખું નાળિયેર મુખમાં મૂકવું નહિ, પારકાનું ધન લઈને આપવું નહિ, જો કદાચ પાછું આપવું પડે તો મોટા વિલંબે (બહાના કાઢી લાંબા ટાઈમે) આપવું.
ગુરુ :- હે ભદ્ર ! આ હસવાનો - મશ્કરી કરવાનો અવસર નથી. કંઈપણ નિયમ રૂપી રત્નને ગ્રહણ કર તે સાંભળી મશ્કરી કરનારો તે બોલ્યો.
કમલ ઃ- પાડોશી એવા ઘ૨ડા કુંભારની ટાલ જોઈને મારે ખાવું. નહિ તો નહિ ખાવું, એ પ્રમાણેનો મારે નિયમ હો. ગુરુએ પણ તેથી કરીને તેને ધર્મની પ્રાપ્તિ થશે. એમ જાણીને બધાની હાજરીમાં (સામે) તે જ નિયમને દૃઢ કરાવ્યો. લોકોની લજ્જાદિ વડે કરીને અને કોઈક આચાર્યના સંપર્કથી ઉત્પન્ન થયેલી ધર્મની શ્રધ્ધાથી તે નિયમને પાળે છે.
એક વખત રાજકુલમાં કોઈ વિશેષ કાર્યના કા૨ણે રોકાઈ જવાથી ઘરે મોડો આવ્યો. જમવા માટે જ્યાં બેસે છે. તેટલામાં નિયમ યાદ આવ્યો. કુંભારના ઘરે ગયો પરંતુ તે ઘરે ન હતો તેથી તે ખાણમાં ગયો (માટીની
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 163 અંશ-૨, તરંગ-૬