SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ બોલવું અને અધ્ધર રહેવું આશ્ચર્યકારી હતું એ પ્રમાણે ચિંતવતો રાજા ગુરુને આસન ઉપર બેસાડીને બોલ્યો તે સૂરિશેખર ! તમારી કલાના વિલાસ થકી કલાવાનોની સર્વ કલાઓ ઝાંખી થઈ (ઢંકાઈ) ગઈ છે. તેજસ્વી એવા સૂર્યનો પ્રકાશ થતાં ગ્રહ, નક્ષત્ર, તારા વિ. નું તેજ ક્યાં સુધી રહે અર્થાત્ બધી બાજુથી ઢંકાઈ જાય છે. આવાઈ જાય છે. મારો પૂજાનો અવસર જો એ પ્રમાણે કહીને સૂરિજી કુમારપાલને ઉપાશ્રયમાં રહેલા બીજા કમરામાં લઈ ગયા અને ત્યાં પહેલેથી સોનાના આસન પર બેઠેલા ચાર મુખવાળા આઠ પ્રાતિહાર્યથી શોભતા, ચોસઠ ઈન્દ્રોથી સેવાતા પ્રત્યક્ષ ૨૪ જિનેશ્વરોને, ચૌલુક્ય આદિ એકવીશ પોતાના પૂર્વજોને રત્નના આભરણાદિ, સમસ્ત અતિશય રૂપ સંપદાથી યુક્ત શ્રી જિનેશ્વરોની આગળ અંજલી બધ્ધ ઉભેલા જોઈને કુમારપાલ નમ્યો તેઓ (પૂર્વજો) પણ બોલ્યા :- હે રાજન્ ! તમેજ જગતમાં એક વિવેકવાળા છો. હિંસાદિથી દુષ્ટ શૈવ ધર્મને તજીને દયા ધર્મથી યુક્ત ધર્મનો સ્વીકાર કર સર્વદેવના અવતાર રૂપ આજ ગુરુ છે. તેમના કહેલા તત્વની આરાધના કર ! હે વત્સ ! પૂર્વજો એવા અમે પણ તારા જૈન ધર્મના આદરથી સદ્ગતિના ભાગી (ભોક્તા) બન્યા છીએ અને આવા પ્રકારની મોટી ઋધ્ધિને ભોગવીએ છીએ ઈત્યાદિ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી જેનું મન ડોલાયમાન (વિચાર કરતું) થઈ ગયું છે. એવા રાજાએ સત્ય શું છે ? એમ પૂછ્યું એટલે સૂરિજીએ કહ્યું છે રાજન્ ! ઈન્દ્ર જાલરૂપ કલાનો આ વિલાસ (આડંબર) હતો એમાં કોઈ પરમાર્થ (વાસ્તવિકતા) નથી. દેવબોધિ પાસે તો એક જ વિદ્યા છે. મારી પાસે તો આવી સાત વિદ્યા છે. તે શક્તિથી આ બધું મેં બતાવ્યું છે. જો તને વિશ્વાસ ન હોય અને કહેતો હોય તો સંપૂર્ણ વિશ્વને બતાવું પરંતુ તેમાં કાંઈજ સાર નથી. તને સોમનાથ મહાદેવે જે તત્વ કહ્યું હતું તેજ તત્વ છે. ઈત્યાદિ પછી ગુરુની કૃપાથી મિથ્યાત્વરૂપી આપત્તિનો પાર કરી (મિથ્યાત્વ દૂર કરી) તે અનુક્રમે દઢ સમ્યક્તવાળો બન્યો. હવે એક દિવસ નવરાત્રિના દિવસોમાં દેવતાના પૂજનારાઓએ રાજાને વિનંતી કરી કે હે નરેન્દ્ર ! કટકેશ્વરીઆદિ કુલદેવીને બલી માટે ૭,૮,૯ ના ERRARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR8880 Bas០០០០០០០០០០BBBB០០០888aaaaa | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 16) અંશ-ર, તરંગ-૬ || ITEMBEHHH BP0BIRidhi[BiggBRUBluluuuuuuuuuuuNit
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy