________________
આ નગરમાં સૂરિમંત્રની આરાધના ચાલતી હતી ત્યારે સહસ્ત્રમલે પોતે જાહેર કરેલી અમારીનો પોતે જ ભંગ કર્યો.... પણ, રાજાના આ ક્રૂર કાર્યનો એને તાત્કાલિક પરચો મળી ગયો..... રાજ્ય તીડના ભયંકર ઉપદ્રવથી ગ્રસિતા થયું..... રાજાને ભૂલ સમજાઈ. પગમાં પડી માફી માંગી. આચાર્યશ્રીએ ધ્યાન દ્વારા તીડના ઉપદ્રવનું નિવારણ કરેલું. તેઓએ અનેક વાદિઓને જીત્યા હતા. તેઓશ્રી ઉગ્રતપસ્વી પણ હતા. છટ્ટ – અટ્ટમ આદિ તપના પ્રભાવે પદ્માવતી વગેરે દેવીઓ તેઓને પ્રત્યક્ષ હતી.
આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી તરત તેઓશ્રીની નિશ્રામાં નિકળેલા શ્રી શત્રુંજય તીર્થના સંઘમાં ૫૦૦ ગાડાઓ, સોના-ચાંદિના જિનાલયો વ. હતા.
તેઓશ્રીના હાથે અનેક પદવી પ્રદાન, દીક્ષા-પ્રદાન આદિ કાર્યો થયા છે.
શિષ્ય પરિવાર - વિશાલરાજસૂરિ, રત્નશેખરસૂરિ, સોમદેવગણિ, હેમહંસગણિ, મહોપાધ્યાય લક્ષ્મીભદ્રગણિ, સંઘવિમલગણિ, શુભાશીલગણિ, ઉદયનંદિ, ચારિત્રરત્ન, લક્ષ્મીસાગર, હર્ષસેન, શિવસમુદ્ર આદિ શિષ્યો તેઓના પરિવારમાં હતા.
મરકીના ઉપદ્રવનું નિવારણ કરવા દેલવાડામાં વિ. સં. ૧૪૯૩માં ગ્રંથકારશ્રીએ રચેલ “સંતિકર' થી શરૂ થતું સ્તવન પ્રસિધ્ધ છે.
અત્યારે એની ૧૩ ગાથાઓ બોલાય છે.'
સંતિકરની ૧૪ મી ગાથા પ્રક્ષિપ્ત ગણાય છે. એ બોલાતી, નથી. આ ગાથામાં ગ્રંથકારશ્રીએ પોતાના ગુરુદેવ આ. સોમસુંદરસૂરિજી પાસેથી “ગણધર વિદ્યા' (સૂરિમંત્ર) મેળવી સિધ્ધ કર્યાનો ઉલ્લેખ છે. ૧. ધ્યાનિ બઈઠા તવ સૂરિ રાયા' ટીડ તણા ભય દૂર પલાયા' પં.લક્ષ્મીભદ્રગણિકૃત “શ્રીમુનિસુન્દર વિજ્ઞપ્તિ'(જૈન પરંપરાનો ઈતિ ભા.૩ પૃ.૪૯૬) ૨. “ગુરુ ગુણરત્નાકર કાવ્ય' (૧/૬૮) ૩. ચિત્રકૂટ પ્રશસ્તિ (ગ્લો. ૪૫-૪૬) “ગુરુગુણ રત્નાકર' (૧/૮૩-૮૪) ૪. “ભરતેશ્વર બાહુબલી વૃત્તિ', “ન્યાયાર્ચ મંજૂષાની પ્રશસ્તિ,
જૈન સ્તોત્ર સંગ્રહ' ભા. ૨ પ્રસ્તાવના પૃ. ૯૫ - ૯૬, જૈન ૫. ઈ ભા. ૩ પૃ. ૪૯૮ થી. ૫. ધારાનગરીમાં પવારના રાજ્યમાં સંતિકર રચાયાનો મતાંતર પણ છે. જે. ૫. ઈ. ભા. ૩
પૃ૪૯૬ ૬. વિ. સં. ૧૪૫ ફા. સુ. ૫ ના ગ્રંથકારશ્રીની હયાતીમાં અને સંભવતઃ એમના હાથે જ
લખાયેલ હ. લિ. પ્રતમાં ૧૩ ગાથાઓ છે. ઉપદેશરત્નાકર' જૈન પુસ્તક પ્ર. સંસ્થા ૨૦૦૫ પૃ. ૨૧૬.