________________
ગ્રંથકારશ્રીને વાચકપદ વિ. સં. ૧૪૬૬ માં અર્પણ થયું.
વિ. સં. ૧૪૭૮ માં વડનગરમાં ૩૨૦૦૦ ટાંકના વ્યય કરી શેઠ દેવરાજે કરેલા મહોત્સવ પૂર્વક આ. સોમસુંદરસૂરિજીએ તેઓને આચાર્યપદે સ્થાપિતા કર્યા.
વિ. સં. ૧૪૯૧ કે ૧૪૯૨માં તેઓશ્રી ગણનાયક બન્યા અને વિ. સં. ૧૪૯૯ માં આ. સોમસુંદરસૂરિજીનો સ્વર્ગવાસ થતાં તપગચ્છાધિપતિ પદે બિરાજિત
થયા.
ગ્રંથકાર શ્રી સિધ્ધસારસ્વત, તીવ્ર મેધાવી, શીઘ્ર કવિ હતા. સંસ્કૃતમાં ' સહજ રીતે અસ્મલિત એમની વાણિ વહેતી. એમની ધારણા શક્તિ અસાધારણ હતી. એક સાથે એક હજાર આઠ નામોનું અવધારણ કરી શકતા હોવાથી તેઓ “સહસ્ત્રાવધાની તરીકે પ્રસિધ્ધ હતા. જુદી જુદી ૧૦૮ વાટકીના ધ્વનિને તેઓ બાળવયથી જ અલગ – અલગ પારખી શકતાં.
બિરૂદો – ગ્રંથકારશ્રીને દક્ષિણના પંડિતોએ “કાલી – સરસ્વતી’નું બિરૂદ આપેલું. ખંભાત સૂબા દફરખાને “વાદિ-ગોકુલ–સંડક' બિરૂદ આપેલું. પ
તેઓની સૂરિમંત્રનો જાપ કરવાની શક્તિ ગજબની હતી.
તેઓશ્રીએ જુદા જુદા સ્થળોએ ૨૪ વાર વિધિપૂર્વક સૂરિમંત્રની આરાધના કરેલી. જ્યાં જ્યાં તેઓશ્રીએ આરાધના કરી ત્યાં ત્યાંના (ચંપકરાજ, દેપા, ધારા વગેરે) રાજાઓએ અમારિની ઉદ્ઘોષણા કરાવેલી અને કર માફ કરેલો.
રાજસ્થાનમાં આવેલ સિરોહીનગરની સ્થાપના વિ. સં. ૧૪૮૪ માં રાજા સહસ્ત્રમë કરેલી.
૧. તપાગચ્છપટ્ટાવલીમાં લખ્યું છે કે – “અષ્ટ વર્ષ ગણનાયકત્વાનનાં વર્ષત્રિકા
યુગપ્રધાનપદવ્યદયી” તિ જર્નરુક્ત. પૃ. ૧૮૩.
દેવેન્દ્રસૂરિકૃત “શાંતિનાથ ચરિત્રની પ્રશસ્તિ, ૩. “પટ્ટાવલી સઝાય એતિહાસિક સક્ઝાયમાલા પૃ. ૪૯. ૪. “હીર સૌભાગ્ય’ ઐતિહાસિક સક્ઝાયમાલા પ. ૪૯. ૫. “હીર વિજયસૂરિરાસ' પૃ. ૧૩૨ ૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ' પૃ. ૪૬૪ ૭. “જૈન પરંપરાનો ઈતિહાસ' ભા. ૨ પૃ.૪૫,