SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શોષાઈ ગયું થોડું ઘણું બાકી રહેલું કુતરાઓ ચાટી ગયા ગાડામાં રહેલું થોડું ઘણું જ બચ્યું હતું તે ચોરો ચોરી ગયા સાથે આવેલા બીજા પણ પોતપોતાનું ઘી વેંચીને પોતાના ગામ પહોંચી ગયા પછી દિવસનો ઘણો ભાગ વિત્યા પછી ઝગડો શાન્ત થતાં અને સ્વસ્થ થતાં. પહેલેથી કંઈક વેંચાયેલા ઘીના પૈસા લઈને તે બન્ને પોતાના ગામ જતાં હતાં ત્યારે માર્ગમાં સૂર્યાસ્ત થઈ જતાં ચારે બાજુ પથરાયેલા રાત્રિના અંધકારમાં ચોર આવીને કપડા - દ્રવ્ય અને બળદ ચોરી ગયા. પછી આ પ્રમાણે તે બન્ને મોટા દુઃખના પાત્ર થયા (બહુદુઃખી થયા). આ દૃષ્ટાંતનો ઉપનય ધરાવતાં કહે છે કે - જે શિષ્ય ભણાવતાં હોય ત્યારે ફોગટ બોલતો હોય અથવા આચાર્યશ્રી ભણાવતાં હોય ત્યારે કર્કશ અને કઠોર શબ્દ વડે આક્ષેપ કરવા પૂર્વક સામે બોલે છે કે આ રીતે તમેજ મને ભણાવેલ હતું. હવે કેમ છૂપાવો છો ? ઈત્યાદિ બોલવા થકી તે કેવળ પોતાના આત્માને સંસારમાં પાડતો નથી પરંતુ કર્કશ અને કઠોર શબ્દ દ્વારા સામાં જવાબ આપવા આદિના કારણે તીવ્ર તીવ્રતર કોપ રૂપી અગ્નિની જુવાળાવાળા બનવાને કારણે આચાર્યને પણ સંસારમાં પાડે છે. કોમળ એવા ગુરુને પણ કુશિષ્યો કર્કશ અને કઠોર શબ્દ દ્વારા સામો જવાબ આપવાથી પ્રકોપવાળા કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે - કર્કશ વચનથી કુશીલ શિષ્યો કોમળ એવા પણ ગુરુને ક્રોધિત કરે છે ઈતિ વલી ગુણોથી ભરેલા એવા ગુરુ તેઓને કંઈપણ આકરી શિક્ષા આપવા ક્રોધને વશ થવા છતાં પણ ભગવાનની આજ્ઞામાં રહેલા હોવાથી અલ્પ પાપના ભાગી એવા તેમની માત્ર “ મિચ્છામિ દુક્કડમુ આદિથી વિશુદ્ધિ થાય છે. શિષ્ય તો ભ. ની આજ્ઞાની વિરાધનાથી અને ગરુની આશાતનાથી બાંધેલા ભારી અશુભ કર્મના કારણે લાંબા કાળ સુધી સંસારમાં રહેનારો બને છે. વળી એ પ્રમાણે બુધ્ધિમાન હોવા છતાં વર્તમાનમાં શ્રતરત્નથી વિમુખ (રહિત) બને છે. બીજે કોઈપણ સ્થાને તેને શ્રતરત્ન દુર્લભ બને છે. ખરેખર લાંબા આયુષ્યની ઈચ્છાવાળો એવો કોણ માણસ છે કે જે સર્પના ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (68), તરંગ - ૧૨ || 1988 ROBBS88888888RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR 8343839849a4h6aaaaaa%a8a8a9aકવાની વ888 illanatit alalithiatristingsidBaaaaaaaaaaaaaaaaazadiaguuut ខនagunaaaaaaaaa8sខខទធន០៧១១០៩
SR No.022071
Book TitleUpdesh Ratnakar Part 01
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages374
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy