________________
१०
जीवदयाप्रकरणम् तदनधिकरणधर्मसाधनयोः सामानाधिकरण्या-सम्भवात्, यदाहधर्मस्य दया मूलं, न चाक्षमावान् दयां समाधत्ते । तस्माद्य: क्षान्तिपरः, स साधयत्युत्तमं धर्मम् - इति (प्रशमरतौ १६८) ।
ननु च धर्मो हि व्रतविसरात्मकः, तत: सत्यादिनाऽपि धर्म: सम्भवत्येव, इत्थञ्च धर्मस्य जीवदयामात्रसाध्यत्वाभिधानमसङ्गतमिति चेत् ? न, सत्यादेरपि जीवदयामात्रसाध्यत्वात् છે. કારણ કે જેનામાં જીવદયા નથી એ ધર્મસાધના કરી શકતો નથી. કારણ કે કહ્યું છે કે - ધર્મનું મૂળ દયા છે. જેનામાં ક્ષમા નથી, તે દયાને ધારણ કરતો નથી. માટે જે ક્ષમામાં તત્પર છે, તે ઉત્તમ ધર્મને સાધે છે. (પ્રશમરતિ ૧૬૮)
શંકા - ધર્મ તો વ્રતોના સમૂહરૂપ છે. તેથી સત્ય વગેરેથી પણ ધર્મ સંભવે જ છે. માટે જીવદયાથી જ ધર્મસાધના કરી શકાય, એમ કહેવું અસંગત છે.
સમાધાન - ના, કારણ કે સત્ય વગેરે પણ જીવદયાથી જ સાધી શકાય છે. માટે “તેના હેતુથી જ થાઓ, તેનાથી શું ?” આ ન્યાયથી ઉપરોક્ત વ્યપદેશ ઉચિત છે.'
આશય એ છે કે સત્ય વગેરેથી પણ ધર્મ થાય છે. પણ સત્ય વગેરે પોતે જીવદયાથી થાય છે. માટે જીવદયાથી જ ધર્મ થાય એવું વચન ઉચિત છે.