________________
अथ नवनिर्मित - दयोपनिषद् - वृत्तिविभूषितम्
जीवदयाप्रकरणम्
श्रीवर्द्धमानं जिनवर्द्धमानं, सूरीन्द्रमेवं गुरुहेमचन्द्रम् । प्रणम्य नम्यं वितनोमि वृत्तिं, श्रुतोत्तमे जीवदयाभिधाने ॥
इह हि परमकारुणिक: प्रकरणकार: भीमभवाम्भोधिनिस्तरणैकोपायतया महाव्रतबोहित्थमेवाभिवीक्षमाणस्तत्सारभूतां जीवदयामेव प्रतिपिपादयिषुस्तत्प्रतिपादकप्रतिपालकप्रणिपात
આઈજ્યની લક્ષ્મીથી વધતા એવા વદ્ધમાન જિનને અને વંદનીય એવા ગુરુ હેમચન્દ્રસૂરીન્દ્રને પ્રણામ કરીને જીવદયા નામના ઉત્તમ શ્રત પર હું વૃત્તિ રચું છું.
અહીં પરમ કારુણિક પ્રકરણકારે જોયું કે ભવસાગર ભયંકર છે. તેમાંથી વિસ્તાર પામવા માટે એક જ ઉપાય છે, મહાવ્રતોરૂપી વહાણનો આશ્રય. અને મહાવ્રતોનો પણ કોઈ સાર હોય, તો એ છે જીવદયા. માટે જીવદયાનું જ પ્રતિપાદન કરવા માટે પ્રકરણકારશ્રી મંગલ કરે છે. મંગલરૂપે તેઓ જીવદયાના પ્રતિપાદક જિનેશ્વર ભગવંતોને