SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૨ श्री सङ्घाचार भाष्यम् વસુદેવહિંડીઃ ત્રણ મહોત્સવને કરતા તેઓ હર્ષથી પોતાનો કાળ પસાર કરવા લાગ્યા. ઉત્તરાધ્યયનની ટીકામાં પણ કહ્યું છે: બે શાશ્વત યાત્રા છે. એક અષ્ટાલિકા યાત્રા ચૈત્ર માસમાં કરાય છે અને બીજી આસો માસમાં કરાય છે. આ બંને શાશ્વત યાત્રા સર્વદેવો પણ કરે છે. આ યાત્રા સર્વદવો નંદીશ્વરમાં કરે છે. મનુષ્યો આ યાત્રા પોતપોતાના સ્થાનમાં કરે છે. ત્રીજી અશાશ્વતયાત્રા સીમનગ પર્વત ઉપર આદિનાથ પ્રભુના જિનાલયમાં અને જયંત કેવલીની ઉત્પત્તિના સ્થળમાં દેવો અને મનુષ્યો કરે છે. એકદિવસ અમિતતેજ સિંહાસન ઉપર બેઠા હતા. પોતાના પ્રાસાદમાં એક સાધુ ભગવંતને આવતા જોયા. મહાત્માનું શરીર માસખમણના તપના કારણએ સૂકાઈ ગયું હતું. મહાત્મા પ્રાસાદમાં પધારતા પોતાના પરિવાર સાથે અમિતતેજ ઉભા થઈ ગયા. મહાત્માને વંદન કર્યા. અમિતતેજ રાજાએ પોતાની જાતે એષણીય ભક્તપાનને ભક્તિભાવથી મહાત્માને વહોરાવ્યું. માસખમણના તપસ્વીને વહોરાવતા રત્નની વૃષ્ટિ આદિ પાંચ દિવ્યો થયા. મહાત્મા ગોચરી વહોરીને અન્યત્ર વિહાર કરીને ચાલ્યા ગયા, કારણ કે સાધુભગવંતો એક સ્થાને રહેતા નથી. એક દિવસ શ્રી વિજય તથા અમિતતેજ રાજા શાશ્વતા સુખને પ્રાપ્તિની ઈચ્છાથી શાશ્વત પ્રતિમાઓને પૂજવા માટે નંદનવનમાં પહોંચ્યા. જિનાલયમાં અવગ્રહની બહાર રહી ઘણા જ હર્ષથી રોમાંચિત શરીરવાળા તેઓએ સંપૂર્ણ ચૈત્યવંદનવિધિથી દેવવંદન કર્યુ. દેવવંદન કર્યા પછી વિપુલમતિ મન:પર્યવજ્ઞાનના ધારક ચારણશ્રમણ ભગવંતોને વંદન કર્યા. ભવનિર્વેદને કરનારી ધર્મકથાને તેઓ મુનિના મુખેથી સાંભળવા લાગ્યા. ધર્મદંશના : “શરીર નિશ્ચયથી નાશવંત છે. આ નાશવંત દેહનું ફળ, તપ અને સંયમની સાધના છે. આ જીવન તો ક્યારે સમાપ્ત થઈ જશે. માટે ધર્મમાં પ્રમાદ ન કરવો જોઈએ. જેમ મહાવિદ્યાને સાધી લીધી છે, છતાં એ વિદ્યા જ્યારે ભૂલાઈ જાય છે ત્યારે તે નિષ્ફળ બને છે, તેમ ધર્મમાં પ્રમાદ કરવામાં આવે છે તો આ પ્રાપ્ત માનવભવ પણ હારી જવાય છે. જેમ મૂર્ખમનુષ્યને કલ્પવૃક્ષ મળવા છતાં પણ તે કોડીની ભીખ માંગે છે તેમ આ મનુષ્યભવનું ફળ મોક્ષ હોવા છતાં પણ મૂઢજીવ વિષય સુખોને માંગે છે.” મુનિભગવંત પાસે ધર્મદેશના સાંભળીને શ્રી વિજય રાજા તથા અમિતતેજ રાજાએ મુનિભગવંતને પોતાનું આયુષ્ય કેટલું બાકી છે એવો પ્રશ્ન કર્યો. મુનિભગવંતના મુખેથી ર૬ દિવસ આયુષ્ય બાકી રહેલું સાંભળીને બંને જણા બહુ ઝૂરવા લાગ્યા, “અરે રે ! અમે વિષયસુખમાં મોહાંધ બન્યા અને સર્વવિરતિ ચારિત્ર ધર્મનો સ્વીકાર ન કરી શક્યા. હવે તો અમારુ આયુષ્ય થોડુંક જ બાકી રહ્યું છે. હે પ્રભુજી! હવે અમે કેવી રીતે સર્વવિરતિને ગ્રહણ કરી શકીશું? પ્રમાદી બનીને
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy