________________
श्री सङ्घाचार भाष्यम्
૨૨૧ જિનાલયની ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને જિનેશ્વર પ્રભુને વિધિપૂર્વક વાંદ્યા. દર્શન કર્યા પછી અમિતતેજને કહ્યું,
વસુદેવહિંડી ઃ ૨૧મો લંભક : ચારણમુનિ ભગવંતોએ જિનેશ્વર પ્રભુને વાંદ્યા, ત્રણ પ્રદક્ષિણા આપી અને રાજાઓને ફરમાવ્યું.
ચારણ શ્રમણની દેશના :
હે દેવાનુપ્રિય! તમને દુર્લભ મનુષ્ય ભવ મળ્યો છે, તો હવે જન્મ ઘડપણ અને મૃત્યુના ભયને હરી લેનારા એવા જિનેશ્વર પ્રભુના ધર્મને વિશે પ્રમાદ ન કરો.
પ્રતિદિનજિનેશ્વર પ્રભુની પૂજા અને રથયાત્રામાં, સાધુ ભગવંતોની પર્યુપાસનામાં, આવશ્યક ક્રિયામાં અને સ્વાધ્યાયમાં ઉદ્યમ કરવો જોઈએ.
જિનેશ્વર પ્રભુના પૂજકને જાણે કોપાયમાન થયેલી આપત્તિઓ સામે પણ જોતી નથી. ભયભીત થયેલું દરિદ્ર દૂર નાશી જાય છે. રાગ વિનાની સ્ત્રીની જેમ કુગતિ સંગનો ત્યાગ કરે છે. અભ્યદય મિત્ર જેવો થઈને તેનું સાંનિધ્ય છોડતો નથી.
તીર્થયાત્રા, સાધુસેવા, આવશ્ય ક્રિયા અને સ્વાધ્યાયનું માહાક્ય :
તીર્થયાત્રાના અનેક ફળો છે. તીર્થયાત્રા કરવાથી પાપારંભની નિવૃત્તિ થાય છે, પોતાનું ધન સફળ બને છે, સંઘવાત્સલ્યનો લાભ મળે છે, સમ્ય દર્શનની નિર્મળતા થાય છે, પોતાના પ્રિયજનોનું હિત થાય છે, જિર્ણશીર્ણ થયેલા જિનાલયોના જીર્ણોદ્ધાર થાય છે, તીર્થની ઉન્નતિ થાય છે, જિનાજ્ઞાનું પાલન થાય છે, તીર્થકર નામકર્મનો બંધ થાય છે, સિદ્ધિ સમીપમાં આવે છે અને દેવ તથા મનુષ્યની પદવી પણ પ્રાપ્ત થાય છે.
સાધુભગવંતોની સેવા સૂર્યની જેમ તત્ત્વજ્ઞાન રૂપી કમળને વિકસીત કરે છે, જાજ્વલ્યમાન ચક્રરત્નની જેમ પાપના ફળ સ્વરૂપ લાખો દુઃખોનો નાશ કરે છે, પ્રકાશ પાથરતા દીવાની જેમ મોક્ષમાર્ગ ઉપર પ્રકાશ પાથરે છે, ભક્તિવંત ભવ્યજીવોના પાપનો નાશ કરવા માટે મેઘની જેમ શાંતિને કરે છે અને ચંદ્રની જ્યોત્સનાની જેમ અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરે છે. આવશ્ય ક્રિયાઓ ઘણા પાપોનો નાશ કરે છે, શ્રેષ્ઠ સમ્યકત્વની સિદ્ધિને કરે છે. નીચગોત્રનો નાશ કરે છે, સંયમના દોષોને ઢાંકી દે છે, શુભધ્યાનનો સંચય કરે છે, વિસ્તાર પામેલા તૃષ્ણારૂપી વેલડીના મંડપને છેદી નાખે છે અને સિદ્ધિસુખના સ્વામી બનાવી દે છે. જે જીવ સતત સ્વાધ્યાયમાં રત રહે છે તેમના મનમાં અંશમાત્ર પણ કલુષિતતાનો પ્રવેશ થતો નથી. મન પ્રશાંત બને છે, હાથમાં રહેલા આમળાની જેમ સમગ્ર વિશ્વ પ્રત્યક્ષ થાય છે, કુવાસના નજીક પણ ફરકતી નથી અને દુર્બુદ્ધિ, દુર્ગતિ તથા દુષ્ટ સ્થાનો દબાઈ જાય છે.”
ચારણ શ્રમણની દેશના સાંભળીને અમિતતેજ આદિએ સાધુ ભગવંતોને વંદન કર્યા. પોતાના તપપ્રભાવને પ્રકાશિત કરતા ચારણશ્રમણ ભગવંતો આકાશમાં ઊડ્યા. ચારણશ્રમણોની દેશના સાંભળ્યા બાદ શ્રી વિજય રાજા તથા શ્રી અમિતતેજ વિદ્યાધર વરસે ત્રણવાર સુંદર મહોત્સવને કરવા લાગ્યા.