SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ श्री सङ्घाचार भाष्यम् ૧૨૫ પૂછ્યું, ‘હે શ્રેયાંસ! તને પ્રભુને ઈક્ષુરસ અપાય તે કેવી રીતે ખ્યાલ આવ્યો ? ત્યારે શ્રેયાંસે પિતાને જવાબ આપ્યો, ‘પિતાજી, મેં આઠ ભવ પ્રભુની સાથે વિતાવ્યા છે. શ્રેયાંસકુમાર અને આદિનાથ પ્રભુના ભવોઃ ઘાતકીખંડ દ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં અને તેમાં પણ મંગલાવતી વિજયમાં પૂર્વકાળે નંદિ નામનું ગ્રામ છે. ત્યાં નાગિલ અને નાગશ્રી નામના પતિ પત્ની છે. તેને સાત દીકરીઓ છે. સુલક્ષણા, સુમંગલા, ધન્ની, સુબ્બી, ઉબ્ની, છાડિ અને નિર્નામિકા તેમના નામ છે. એક દિવસ નિર્નામિકાએ પાડોશીના બાળકોના હાથમાં ઘણા લાડુ દેખ્યા. તેને માતા પાસે લાડુની માંગણી કરી. લાડુ માટે માતાએ તેને લાકડા લાવવા માટે કહ્યું. તે અંબરતિલક નામના પર્વત ઉપર ચઢી નિર્નામિકાએ ત્યાં પધારેલા યુગંધર નામના કેવળી ભગવંતને પોતાના દુઃખનું કારણ પૂછ્યું. પ્રભુએ તેને ચારે ગતિના દુઃખો સમજાવ્યા અને કહ્યું કે પૂર્વભવમાં તે ધર્મ નથી આરાધ્યો તેથી તને આ ભવમાં દુઃખ મળ્યું છે. પ્રભુની દેશના સાંભળી સમ્યકત્વ અને શ્રાવકધર્મને સ્વીકાર્યો. અંતે તેણે અણસણ કર્યુ. લલિતાંગ નામના દેવે સ્વપ્રમાં આવી તેને નિયાણું કરાવ્યું. નિર્નામિકા અણસણ કરી ઈશાન દેવલોકમાં શ્રી પ્રભ નામના વિમાનમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવીને પુંડરિકિણી નગરીમાં વજ્રસેન ચક્રીની શ્રીમતી નામે પુત્રી થઈ. ઉદ્યાનમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં કેવળ મહોત્સવ કરવા માટે દેવો આવવા લાગ્યા. દેવોને આવતા દેખી શ્રીમતીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મારો પતિ લલિતાંગ હમણાં ક્યાં હશે એવું જ્ઞાન ન હોવાથી શોકાકુળ નિમિકાએ મૌન ધારણ કર્યું. તેના મૌનના રહસ્યને સમજવા માટે પંડિતા નામની દાસી ચિત્રપટ લઈને વજ્રસેન ચક્રીના વરસગાંઠના દિવસે રાજાઓ આવતા હતા ત્યારે માર્ગમાં ઊભી રહી. લોહાર્ગલના રાજા વજાંઘને આ ચિત્રપટને જોઈ જાતિસ્મરણ થયું. વજાંઘની સાથે શ્રીમતીના લગ્ન થયા. વજ્રસેન રાજાના પુત્ર પુષ્કરપાલે પોતાના જ વિરોધી સામંતોને દબાવવા માટે વજજંઘને વિનંતી કરી. વજજંઘે સૈન્ય સાથે જઈને શરવણવનમાં પુષ્કરપાલના સામંતોને દબાવી દીધા. ત્યાંથી પાછા ફરતા માર્ગમાં કેવળી ભગવંતને અન્નાદિનું દાન કર્યુ અને તેને દીક્ષાના મનોરથ જાગ્યા. એક દિવસ વજાંઘ તથા શ્રીમતીએ વિચાર કર્યો કે આપણે હવે પુત્રને રાજગાદી ઉપર બેસાડી દઈએ. પણ પુત્રે તો એ જ રાતે વિષનો ધૂમાડો કર્યો અને વજજંઘ તથા શ્રીમતી સુતેલી અવસ્થામાં મૃત્યુ પામ્યા. ત્યાંથી તેઓ ઉત્તરકુરુમાં યુગલિક બન્યા. ત્યાંથી સૌધર્મ દેવલોકમાં દેવ બન્યા. ત્યારબાદ જંબુદ્રીપના વિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં સુવિધિ નામના વૈદ્યના પુત્ર જીવાનંદ તરીકે લલિતાંગનો જીવ ઉત્પન્ન થયો. સ્વયંપ્રભાદેવીનો જીવ કેશવદત્ત
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy