SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ श्री सङ्घाचार भाष्यम् પ્રતિમા સ્થાપી. આવશ્યક ચૂર્ણિ : પુરેપુ મયાં સમસામી તેવયં વિ૩- નગરોમાં આદિનાથ પ્રભુ અને દેવતાની પ્રતિમા સ્થાપી. નમિ-વિનમિ ત્રણે સંધ્યાએ છદ્મસ્થાવસ્થામાં રહ્યાં છતાં વિરાગી એવા પ્રભુની પૂજા કરવા લાગ્યા અને ધ્યાન ધરવા લાગ્યા તથા સુસિળ શ્વત્થાત્ સ્તોત્ર દ્વારા સ્તુતિ કરવા લાગ્યા. આદિનાથ પ્રભુએ સર્વવિરતિ અંગીકાર કર્યાને ૧ વર્ષ વીતી ગયું. ત્યારબાદ પ્રભુજી ગજપુરી નગરીમાં પધાર્યા. ગજપુરીનગરીમાં બાહુબલીના પુત્ર સોમપ્રભ તથા ધારિણીનો પુત્ર શ્રેયાંસ કુમારાવસ્થામાં હતો. આ શ્રેયાંસ કુમારે આદિનાથ પ્રભુના આગમન પહેલા સ્વપ્ર દેખ્યું કે ઘડાના પાણીથી મેરુપર્વત ધોઈને ઉજ્જવળ બનાવ્યો. રાજા સોમયશાએ પણ એક સ્વપ્ન દેખ્યું કે શ્રેયાંસની સહાયથી સૈનિકોએ શત્રુઓના સૈન્યને જીતી લીધું તથા સુબુદ્ધિ શેઠે સ્વપ્ર જોયું કે સૂર્યથી છૂટા પડેલા સૂર્યના હજારો કિરણોને પાછા સૂર્યમાં આરોપતા સૂર્યનું મંડલ પ્રકાશિત બન્યું. શ્રેયાંસકુમાર, રાજા તથા સુબુદ્ધિ શેઠે પોતપોતાના સ્વપ્ર એકબીજાને કહ્યાં. સ્વપ્રનો અર્થ તેઓ સારી રીતે જાણતા ન હોવાથી તેઓએ કહ્યું કે મેરૂની ઉજ્જવળતા, શત્રુઓનો જય અને પ્રકાશ કુમારે કર્યો છે માટે આ ફળ કુમારને જ પ્રાપ્ત થશે, એમ કહી તેઓ સહુ સ્વસ્થાને ગયા. આદિનાથ પ્રભુ શ્રેયાંસકુમારના ઘર તરફ આવતા હતા. ત્રણે જગતનું રક્ષણ કરનાર, ડાબા ખભા ઉપર સ્થાપેલા તીર્થંકરના વેષભૂત દેવદૃષ્યથી વિભૂષિત તથા બીજા આભૂષણોથી રહિત પ્રભુને જોઈ શ્રેયાંસ કુમારને વિચાર આવ્યો કે આવા આકારવાળા પ્રભુ મેં ક્યાંક જોયા છે. આવો ઉહાપોહ કરતા તેને જાતિસ્મરણ થયું. ‘પૂર્વ મહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણી નગરીમાં રાજા વજસેને રાજ્યનો ત્યાગ કર્યો. સંયમને ગ્રહણ કરી તીર્થંકર થયા. તેમણે ફરમાવ્યું કે વજનાભ, બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ સર્વાર્થસિદ્ધમાં જઈ ભરતક્ષેત્રમાં જન્મ લઈ અનુક્રમે જિનેશ્વર, ચક્રવર્તી, બાહુબલી અને બે જણા સ્ત્રીરૂપે થશે.’ શ્રેયાંસકુમારે જાતિસ્મરણજ્ઞાનથી જાણી ઘણા હર્ષને વહન કરતો અત્યંત ઉતાવળો થઈને પ્રાસાદ ઉપરથી ઉતર્યો. નગરજનો જેના ગુણગાન કરી રહ્યા છે એવા શ્રેયાંસે સર્વોત્તમ અને ત્રણે જગતના નાથ આદિનાથ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક પ્રણામ કર્યા. કુશળ શ્રેયાંસે અયોધ્યાથી આવેલા અમૃત સરખા મીઠા શેરડીના રસથી પ્રભુને પારણુ કરાવ્યું. આ અવસરે પંચદિવ્ય પ્રગટ થયા. એજ સમયે શ્રેયાંસના પિતા સોમપ્રભરાજા આવી પહોંચ્યા. તેમણે શ્રેયાંસને
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy