SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ श्री सङ्घाचार भाष्यम् કરવામાં આવ્યું છે તેનું વર્ણન આ મૃગબ્રાહ્મણના દૃષ્ટાંતમાં ગ્રંથકાર કરે છે. મૃગganહાણની કથા ભરતક્ષેત્રમાં રહેલા વૈતાઢ્ય પર્વતની ઉત્તરશ્રેણિમાં શ્રી ગગન વલ્લભ નામનું શ્રેષ્ઠ નગર હતું. સુશોભિત આ નગર દેવોને પણ પ્રિય હતું. અનેક વિદ્યાઓના સ્વામી વિધુર્દષ્ટ્ર નામના આ નગરના રાજાને ઉત્તર તથા દક્ષિણ બંને શ્રેણિના વિદ્યાધરો પ્રણામ કરતા હતા. એક દિવસ વિદ્યુદંષ્ટ્ર વિદ્યાધરેન્દ્ર પશ્ચિમ મહાવિદેહમાંથી પ્રતિમા સ્વીકારેલ એક સાધુ મહાત્માનું વિદ્યાબળથી અપહરણ કરી ગગનવલ્લભ નગરમાં લાવ્યા અને વિદ્યાધરોને કહ્યું- હે વિદ્યાધરો! ઉત્પાતની જેમ વૃદ્ધિ પામતો આ સાધુ આપણા વધ માટે થશે. માટે આ સાધુ આપણને વિદન ન કરનારો બને તે રીતે રાય વિલંબ કર્યા વિના હણી નાખો. વિદ્યાધરેન્દ્રની આજ્ઞા સાંભળી નિર્દયવિદ્યાધરો વિદ્યાર્થી પોતાની રક્ષા કરી મુનિની હત્યા માટે ઉગ્ર ખડ્ઝને લઈને એકી સાથે ઉભા થઈ ગયા. આ જ સમયે ધરણેન્દ્ર નાગરાજ અષ્ટાપદ પર્વતમાં બિરાજમાન જિનેશ્વરોને વંદન કરવા જતાં હતાં. મુનિની હત્યા માટે ખડ્ઝને ઉગામી તૈયાર થયેલા વિદ્યાધરોને જોઈને ધરણેન્દ્ર નાગરાજ રોષાયમાન થયા. નાગરાજે દાંત કચકચાવીને કહ્યું, “હે દુષ્ટ પાપાત્માઓ! હવે તમારો નાશ સમજો. તમારા ઈષ્ટદેવનું શરણ સ્વીકારી લો.” ધરણેન્દ્ર આ પ્રમાણે તેમની તર્જના કરી સહુને વિદ્યા વિનાના કર્યા. તેમની વિદ્યા હરાઈ જવાથી તેમના કંઠ રુંધાઈ ગયા અને વિનીત બનીને ધરણેન્દ્ર નાગરાજનું શરણ સ્વીકાર્યું. તેઓએ વિનંતી કરતા કહ્યું, “હે સ્વામી! અમે તો કાંઈ જાણતા નથી, પણ રાજા વિદ્યુદંષ્ટ્રની આજ્ઞાથી આવી પ્રવૃત્તિ અમારે કરવી પડી છે. અમને ક્ષમા આપો, આપ પ્રસન્ન બનો અને કહો કે આ મુનીન્દ્ર કોણ છે?” ધરણેન્દ્ર નાગરાજનો રોષ ઓગળી ગયો હતો તેથી તેમને કહ્યું, “હે વિદ્યાધરો! જેમનું ચરિત્ર પણ પાપનો નાશ કરનાર છે એવા આ રાજર્ષિનું ચરિત્ર સાંભળો.” પશ્ચિમ વિદેહમાં મધુર પાણીવાળી સલિલાવતી વિજયમાં વીતશોકા નામની નગરી છે. શત્રુઓને જીતી વિજયી બનતો વૈજયંત નામનો રાજા અહીં રાજ્ય કરે છે. રાજાની પત્ની સત્યશ્રી નામ પ્રમાણે ગુણોવાળી હતી. સત્યશ્રીને સંજયંત તથા જયંત નામના બે પુત્રો છે. એક દિવસ વીતશોકા નગરીમાં સ્વયંભુ નામના તીર્થકર ભગવંત પધાર્યા. રાજા પોતાની બધી ઋદ્ધિ સાથે પ્રભુને નમસ્કાર કરવા માટે ગયા. સહુએ પ્રભુને નમસ્કાર કર્યા અને પ્રભુના શરણે બેઠા. શ્રી સ્વયંભુ પ્રભુએ દેશનાનો પ્રારંભ કર્યો, “હે ભવ્યો! તમે મોક્ષને ઈચ્છો છો તથા ભવાટવીને ઓળંગી જવા ઈચ્છો છો તો વિશુદ્ધ જ્ઞાનાદિ મોક્ષમાર્ગમાં લાગી જાઓ.
SR No.022063
Book TitleSanghachar Bhashyam Part 01
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri, Rajpadmavijay
PublisherShrutgyan Sanskar Pith
Publication Year2004
Total Pages254
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy