________________
८८
श्री सङ्घाचार भाष्यम् અભ્યદય કરાવનારી છે અને નિવૃત્તિકરણી પૂજા મોક્ષ ફળને આપનારી છે.
આ પૂજાત્રિક ક્રમે કરીને અંગપૂજા, અગ્રપૂજા તથા ભાવપૂજાના ફળ સ્વરૂપ છે, અર્થાત્ આ પૂજા અંગપૂજાદિકનું કાર્ય છે. વિનોપશામિકા આદિ પૂજાત્રિક કાર્ય છે અને અંગપૂજા આદિ કારણ છે. એક એવો નિયમ છે કે કાર્ય અને કારણનો કથંચિ અભેદ છે. તેથી અંગપૂજા આદિમા આ વિજ્ઞોપશામિકા આર્દિપૂજાત્રિકનો અંતર્ભાવ થઈ જાય છે. માટે આ વિનોપશામિકા આદિ પૂજાત્રિક અલગ ગણવામાં આવ્યું નથી.
આમ, પ્રક્ષાલપૂજા કરવી, પુષ્પપૂજા કરવી આદિ બધા સર્વ પણ પૂજાના ભેદો અંગાદિ પૂજામાં તે તે રીતે સમાવી લેવા પરંતુ એ પૂજાના ભેદો અલગ ન ગણવા, કારણકે જો આ રીતે પૂજાના પ્રકારો અનેક હોવાથી પૂજાના પ્રકારો અનેક સ્વીકારવામાં તો અહીંયા જે પૂજાના ભેદો બતાવવામાં આવ્યા છે તેની સંખ્યા સચવાશે નહીં. બીજું આ રીતે જો પૂજાના ભેદો ગણવામાં આવશે તો અનવસ્થાની આપત્તિ આવશે. અર્થાત્ પોતાની ઈચ્છાને અનુસાર સૌ અલગ અલગ પૂજાના ભેદો ગણવા લાગશે અને આ રીતે આવું જ કરશે તે નિહ્મવમાર્ગનો અનુયાયી બની જશે.
સૂત્રકૃતાંગ નિર્યુક્તિ કારિયપરંપરા સાથે નો ય મM (ઓય) યુદ્ધ છે कोवेइ छेयवाई जमालिनासं स नासिहिइ ॥१२५ ॥
સુધર્મા સ્વામી, પ્રભવ સ્વામી અને આર્યરક્ષિતસૂરિ આદિ આચાર્ય ભગવંતોની પરંપરામાં આવેલ સૂત્રના અભિપ્રાયને (જેમકે વ્યવહાર નયના અભિપ્રાયથી કરાતું એ કર્યુ ગણાય છે એવા અભિપ્રાયને) જે કુતર્કવાદી હું બુદ્ધિશાળી છું એવું માની દૂષિત કરે છે અર્થાત્ અન્યથા કરે છે. અર્થાત્ કરાતું એ કર્યું ન ગણાય પણ કરેલું એ જ કર્યું ગણાય એમ ખંડન કરે છે,) તે હું જ બુદ્ધિશાળી છુ એવું પાંડિત્યનું પ્રદર્શન કરતા નિતવ જમાલિની જેમ સર્વજ્ઞના મતને અપલાપ કરનારો તે સંસારમાં ભટકશે.
આ પૂજાભેદોના વિષયમાં કદાગ્રહ મુક્ત થઈને વિચારવું જોઈએ.
કારણકે- વંદુ વાર્થ વીસર વીસફ વવ માસિયં કુત્તે (વઘુસૂત્રી विच्छेदात्, संक्षिप्तत्वाच्च ) पडिसेहो ऽवि न दीसइ माणं चिय तत्थ गीयाणं ॥
કદાગ્રહથી મુક્ત એટલા માટે થવાનું છે, કારણકે ઘણા સૂત્રો વિચ્છેદ પામ્યા છે અને જે છે એ સંક્ષિપ્ત છે, તેથી કરીને જે વસ્તુ પ્રસિદ્ધ દેખાય છે તેનું શાસ્ત્રમાં વિધાન પણ દેખાતું નથી. તેમજ પ્રતિષેધ પણ દેખાતો નથી. માટે એ બધા વિષયોમાં ગીતાર્થ ગુરુભગવંતો જ પ્રમાણ છે.
વસુદેવહિંડીના સોળમા લંભકમાં આહારપૂજાના ફળ ઉપર મૃગબ્રાહ્મણનું દૃષ્ટાંત બતાવવામાં આવ્યું છે. આવશ્યક સૂત્ર, બૃહકલ્પ, નિશીથસૂત્ર, ઉત્તરાધ્યયન ચૂર્ણિ આદિ માં બતાવવામાં આવેલ ફળ, બલિ, નૈવેદ્ય અને અન્ન આદિ પૂજાનું જે વર્ણન