________________
પ્રદીપિકા
અને આમ હોવા છતાં પણ તને ગુણોને વિષે મત્સર=ઇર્ષ્યાભાવ હોય તો હો; પરંતુ ખાનગીમાં જઈને આંખો બંધ કરીને વિચાર કરજે, કે જેથી કરીને સમ્યગ્માર્ગનું જ્ઞાન થાય. પૂજ્યશ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહેલું છે કે'गुणेष्वसूयां दधतः परेऽमी, मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि सम्मील्य विलोचनानि, विचारयन्तां नयवर्त्म सत्यम् ॥१॥
८७
અર્થ : ગુણોને વિષે ઇર્ષ્યાભાવને ધારણ કરતાં એવા આ અન્યદર્શના આત્માઓ હે ભગવંત ! આપના નામનો આશ્રય ન કરે તો પણ આંખો મીંચીને સત્ય એવા નયમાર્ગનો વિચાર કરે.
એ પ્રમાણે શ્રીમદ્ તપાગચ્છરૂપી આકાશને વિષે સૂર્ય સમાન આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ વિરચિત ઔષ્ટિકમતોત્સૂત્રદીપિકામાં અરિહંત આદિની હીલના વડે કરીને જેને સમ્યક્ત્વ છોડી દીધું છે તે આત્માઓને ફરી સમ્યક્ત્વનું આરોપણ કરવા રૂપ આ ત્રીજો અધિકાર પૂર્ણ થયો.
હવે ચોથા અધિકારમાં ઔક્ટ્રિકના મુખે કરીને જ ઔક્ટ્રિકના ઉત્સૂત્ર વ્યવસ્થાપનનો પ્રકાર કહીએ છીએ. તેમાં પહેલાં જિનદત્તવડે કરીને સ્ત્રીઓને પ્રતિમા પૂજાનો નિષેધ કરાયો છે, તેનું કારણ ઉસૂત્ર કંદકુંદાલ ગ્રંથના અનુસારે જિનેશ્વર ભગવાનના મંદિરમાં જિનદત્ત વડે કરીને રુધિર પડેલું જોવાયું. ૧, ચામુંડિકની કિંવદંતી પ્રમાણે સ્ત્રીધર્મમાં આવેલી કોઈક સ્ત્રીના સ્પર્શ વડે કરીને પ્રતિમાનો વિનાશ થયો. ૨, અને કોઈક એમ કહે છે કે પ્રતિમાની પૂજા કરતી એવી સ્ત્રીને ઋતુધર્મની પ્રાપ્તિ થઈ. ૩.
આ ત્રણ વાતમાં ત્રણ વાત વિચારવાની છે. ૧. જિનદત્તનું સ્વરૂપ, ૨. સ્ત્રીનું સ્વરૂપ, ૩. પ્રતિમાનું સ્વરૂપ. તેમાં પહેલાં તો જિનદત્તની વિચારણા કરાય છે.
હે ચામુંડિકના છોકરા ! જિનાર્ચનો નિષેધ કરતો એવો તારો જિનદત્ત, શું આગમવ્યવહારી હતો ? કે શ્રુતવ્યવહારી હતો ? તેમાં તે જિનદત્ત, આગમ વ્યવહારી નથી તે તો તું પણ જાણે છે, કારણ કે દશ આદિ પૂર્વોને ધારણ કરનાર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની આ બધામાં જ આગમવ્યવહારીપણું હોય છે. તેવી જ રીતે તેનામાં શ્રુતવ્યવહારીપણું પણ