________________
૮૬
ઔષ્ટ્રિકમતોત્સત્ર'सङ्घनाकृतचैत्यकूटपतितस्यान्तस्तरां ताम्यतस्तन्मुद्रादृढपाशबन्धनवतः शक्तश्च न स्पन्दितुम् । मुक्त्यै कल्पितदानशीलतपसोऽप्येतत्क्रमस्थायिनः, सङ्घव्याघ्रवशस्य जन्तुहरिणवातस्य मोक्षः कुतः? ॥१॥
અર્થ: સંઘે બનાવેલા ચૈત્યરૂપી જે પાશ તેની અંદર તારી મુદ્રાના દઢ પાશના બંધનવાળા એવા અને તેની અંદર અત્યંત પીડાતા અને ફરકી શકવાને પણ સમર્થ નથી એવાની મુક્તિ માટે કલ્પિત એવા દાન-શીલ-તપ આદિના ક્રમમાં રહેલા સંઘરૂપી વાઘના વશમાં પડેલા હરણીયાઓના ટોળાઓનો મોક્ષ કેવી રીતે થાય ? લો.
એ પ્રમાણે આ ૩૩માં કાવ્યની વૃત્તિમાં આજના (વર્તમાનકાલીન) સંઘની પ્રવૃત્તિના પરિહારવડે કરીને પોતાનું જે સંઘબાહ્યપણાનું પ્રતિપાદન કર્યું, તે એ લોકોને ભૂષણ છે, નહિ કે દૂષણ? એમ વિચારીને પોતાના મોઢે જ પોતે પોતાનું સંઘબાહ્યપણે જણાવ્યું છે.
વળી આ કાવ્ય પણ તેના કર્તાને સંઘબાહ્ય અને સંઘષી જણાવે છે. અને જો એમ ન હોય તો સંઘને વાઘની ઉપમા વડે કરીને વર્ણન કરવાનું ન થાત. આ પ્રમાણે ભાવિ શંકાને ઊભી થવાના નિરોધના ઉપાયને બતાવ્યો.
હવે મિથ્યાદષ્ટિ ગ્રંથનો કર્તા = બનાવનારો આત્મા, ચોથા ભાંગામાં વર્તતો છતાં પણ બે પ્રકારનો હોય છે. નિલવ અને એ સિવાયનો. તે બંને પણ મિથ્યા=વિપરીત એટલે કે યથાર્થ વસ્તુને નહિ ગ્રહણ કરવાની દૃષ્ટિ છે જેની એવી વ્યુત્પત્તિવડે કરીને તે બંને પણ ઉન્માર્ગગામીપણાવાળા હોવાથી જિનપ્રવચનથી વિપરીત જ બોલે છે. તેમાં જે નિલવ છે તે વચન માત્ર કરીને દૃષ્ટિનો વિપર્યાસ હોવાથી “જિનપ્રણીત માર્ગને સ્વીકારીને તેનાથી વિપરીત બોલે છે. જેવી રીતે ઉત્સુત્રપદોદ્દઘાટનકુલક આદિ બનાવતાં જિનદત્તાચાર્યની જેમ. અને બીજો જે મિથ્યાષ્ટિ છે તે વચનમાત્રે કરીને જિન પ્રવચનને સ્વીકાર્યા સિવાય જ વિપરીત બોલે છે. જેવી રીતે સાંખ્યાદિ. આમ મિથ્યાદિ ગ્રંથકર્તા અને સમ્યગુદૃષ્ટિ ગ્રંથક્ત બતાવ્યો, એમ બંને દષ્ટિના ગ્રંથકર્તા બતાવ્યા.