________________
પ્રદીપિકા
૮૩ એ પ્રમાણે સંદેહવિષષધીમાં પણ આ જ કાવ્ય છે, તેવી જ રીતે મુનિ સુંદરસૂરિજીના રાજ્યમાં પણ સં. ૧૪૬૬ વર્ષ બનાવેલ “વિજ્ઞક્ષિત્રિદશતંરગિણી' ગ્રંથમાં આ બધાયનું નિતવપણું જણાવ્યું છે તે આ પ્રમાણે :
आज्ञाभङ्गान्तरायोत्था-5 नन्तसंसारनिर्भयैः । સામાર્યોfપ પાશ્ચાત્યે , પ્રાય: સ્વરં પ્રવર્તતી શા उपधानप्रतिक्रान्ति-जिना दिनिषेधतः। न्यूनिता दुःषमादोषात् प्रमत्तजनताप्रियाः ॥२॥
આજ્ઞાભંગ, અંતરાય આદિથી ઉત્પન્ન થયેલો જે અનંત સંસાર અને તે અનંત સંસારથી ભય વગરના એવા પછીના કાળના પુરુષોએ પ્રાયઃ કરીને સામાચારીઓ પણ પોતાની ઇચ્છા મુજબ પ્રવર્તાવી છે.
દુઃષમા કાળના દોષથી પ્રમાદી જનતાને પ્રિય થઈ પડે એવી ઉપધાન, પ્રતિક્રમણ, સ્ત્રીઓ વડે થતી જિનેશ્વર ભગવાનની પૂજા આદિનો નિષેધ દ્વારાએ કરીને સામાચારી ધૂન પણ કરાઈ છે.”
આ કાવ્યમાં “જિનેશ્વરની જિનાર્ચ=સ્ત્રી દ્વારા થતી પૂજા-તેનો નિષેધ કરનારો અનંત સંસારથી નિર્ભીક છે.” એ પ્રમાણેના પદ વડે તે ખરતરને નિલવ કહેલો છે, તેવી જ રીતે “તપોવāવ=એટલે તપાગચ્છને વિષે જ ચારિત્ર છે એ પ્રમાણે મુનિસુંદરસૂરિએ કહેલું, અને તે જ વિજ્ઞક્ષિત્રિદશ તરંગિણીમાં પણ કહેલું છે તે આ પ્રમાણે : . या श्रीवीरसुधर्माद्यैः, प्रणीता स्वागमानुगा ।
आचीर्णा स्थविरैः कालानुरूपयतनाश्रिता ॥१॥ सामाचारी गणेऽस्मिस्तु, शुद्धा सैवाऽस्त्यखण्डिता । परम्परागता सर्वगणान्तरगताधिका ॥२॥
જે મહાવીરદેવ અને સુધર્મા સ્વામી આદિ વડે કરીને આગમને અનુસરતી એવી જે સમાચારી પ્રવર્તાવી, અને તે સમાચારી કેવી ? કાળને અનુરૂપ યતના=જયણાનો આશ્રય કરવાવાળી, અને સ્થવિર મહાપુરુષો વડે આચરાયેલી એવી શુદ્ધ, અખંડિત અને પરંપરાગત અને સર્વગચ્છોમાં રહેલી જે સામાચારી