________________
ઔષ્ટ્રિકમતોસૂત્ર તે સમ્યત્ત્વનું કારણ થાય છે, એ પ્રમાણે પરિત્યક્ત સમ્યક્તવાળાઓને ફરી સમ્યત્વનો આરોપણવિધિ બતાવ્યો છે.
હવે પ્રસંગ હોવાથી ભાવિ શંકા ઊભી કરવાની પારકાની જે ઇચ્છા તેના વડે કરીને શંકા ઊભી ન થાય, તે માટેનો વિધિ બતાવે છે.
હવે કોઈક એમ કહે છે કે આ ગ્રંથમાં ખરતર મતના આકર્ષક એવા જિનદત્તાચાર્યનું ઔષ્ટિક નામ આપ્યું છે, અને તેનું નિહ્નવપણું જણાવ્યું છે, અને તપગચ્છવાલામાં જ ચારિત્ર છે, ઈત્યાદિ જણાવ્યું છે, તેવી રીતનું બીજા કોઈ ગ્રંથાંતરમાં દેખાતું નથી, એથી કરીને સાક્ષાગ્રંથના અભાવ વડે કરીને આ ઉત્સુત્ર કંદમુદ્દાલ ગ્રંથ અમોને વિશ્વાસનું સ્થાન નથી, ત્યારે તેને એમ જણાવવું કે હે ભાગ્યશાળી ! ઘણાં સાક્ષીગ્રંથો છે, તે આ પ્રમાણે : हुं नन्देन्द्रियरुद्रकाल जनितः पक्षोऽस्ति राकाङ्कितो, वेदाऽभ्रारुणकाल १२०४ औष्ट्रिकभवो विश्वाळकाले ऽञ्चलः । षट्व्यर्केषु १२३६ च सार्द्धपौर्णिम इति व्योमेन्द्रियार्के पुनः, काले त्रिस्तुतिकः कलौ जिनमते जाताः स्वकीयाग्रहात् ॥१॥
૧૧૫૯ની સાલમાં પૂનમીયો, ૧૨૦૪માં ખરતર-ૌષ્ટિક, ૧૨૧૩માં આંચલીયા મતની, ૧૨૩૬માં સાર્ધ પૂનમીયો મત અને ૧૨૫૦ ત્રિસ્તુતિક મત નીકળ્યો. એક બીજા મતો પોતપોતાના આગ્રહથી જિનેશ્વર ભગવંતના મતથી આ કુપાક્ષિકો નીકળ્યા, એ પ્રમાણે સોમસુંદરસૂરિ મહારાજના રાજ્યમાં મુનિસુંદરસૂરિજી મ. ના શિષ્ય હર્ષભૂષણ ગણિએ કરેલા શ્રાદ્ધવિધિ વિનિશ્ચય નામના ગ્રંથમાંના આ કાવ્યમાં ત્રિસ્તુતિક અંતવાળા અને એ પૂર્વના ત્રણ પદ–ત્રણ ચરણ તેના વડે કરીને પાંચેય કુપાક્ષિકોનો ઉત્પત્તિકાળ સૂચવ્યો, અને તેની નિમણે ગાતાર સ્વદીયાહાત્ એ કાંઈક ન્યૂન એવા ચોથા પદ વડે આ પાંચેયનું નિદ્વવપણું જણાવ્યું છે. અને તેવી રીતે ખરતરનું ઔષ્ટ્રિક એવું નામ અને નિવપણું સાક્ષાત્ જણાવ્યું છે.
ઉત્પત્તિકાળ સૂચવવા વડે કરીને ખરતર મતના આકર્ષક એવા જિનદત્તાચાર્યનો અર્થથી આવ્યો છતો તે કાળે તે મતના કલ્પિત આચાર્યનો અભાવ હોવાથી અને જિનદત્તાચાર્યનો સદ્ભાવ હોવાથી તેના નામે જ કહેલું છે.