________________
૭૪
ઔષ્ટ્રિકમતોત્સવતે સન્માર્ગથી ભ્રષ્ટ કેવી રીતે થયા? તો કહે છે કે ઉત્પન્ન સંદેહવાળા થયેલા હોવાથી, સંદેહ કેમ ઉત્પન્ન થયો? આ નિત્યવાસ વસતિનું નિરાસ અને સ્વગચ્છપાશ રૂપે જે પ્રકારનું બંધન છે તેનું પ્રકાશ કરનારો એવો ચૈત્યવાસીનો માર્ગ સારો છે ? અથવા પંચામૃતસ્નાત્ર-યતિપ્રતિષ્ઠા, સર્વબિંબના સ્નાત્રનો નિષેધ, બ્રહ્મશાંતિ આદિ જે વૈયાવૃત્ય કરનારા એવા દેવો તેની પૂજા અને તેને પ્રણામનો પ્રતિષેધ (નિષેધ) અને પૂજાના ઉપકરણો ગ્રહણ કરેલા છે જેણે એવો શ્રાવક. સાધુવંદન અને દેવની આગળ સ્થાપનાચાર્યની સ્થાપના કરવાપૂર્વક ઈર્યાપથિકી કરનારા, એવા પૂનમીયાઓનો મત સારો ?, અથવા ચંદન-કપૂર આદિની પૂજા નહિ કરવાવાળા એવા સાઈ પૂનમીયાઓનો મત સારો ? અથવા તો વસ્ત્રના છેડા વડે કરીને વંદન દેવડાવવા રૂપ જે અંચલ ગચ્છવાળા છે તેનો મત સારો છે? અથવા મલથી મલિન ગાત્રની દુર્ગધવાળા, પાત્રનું જે અવશ્રાવણ ધોવણ-તંદુલધાવન આદિને ગ્રહણ કરવાવાળા એવા એકાકી વિહારી અને ગુરુકુલવાસના ત્યાગી એવા તપસ્વીનો માર્ગ સારો છે?' ઇત્યાદિ પ્રકારનો સંશય જેને ઉત્પન્ન થયેલો છે તે જાત સંશય કહેવાય.
એવા જાત સંદેહવાળા મુગ્ધ આત્માઓ અને એથી જ કરીને ઘણાં ચૈત્યવાસી, રાકાપલીય=પૂનમીયા અને સૈચયિક=આંચલીયા આદિ મલથી ક્લિન્ન અને ભેજવાળા તેના પૂતને સુંઘતા એવા પ્રચુરલોક, મુગ્ધ ધાર્મિકપણા વડે કરીને પાછળ લાગેલા લોકો, એ પ્રમાણે આધાકર્મ ઉપભોગ-ગુરુકુલવાસ ત્યાગ, સૂતકના પિંડનું ગ્રહણ આદિ એક એક દોષોને જોઈને એક મનવાળા અને એક સ્થાનની વિકલતા વડે કરીને દૂષિત થયેલા, સારી રીતે જેના ગાત્રો તપી ગયા છે એવા જે મુગ્ધ લોકો છે તેને બોલાવાયા કે હે શ્રદ્ધાળુ લોકો ! તમે આ પ્રમાણે કેમ ઉદ્વિગ્ન ચિત્તવાળા થઈને ફરો છો? મારું એક વચન સાંભળો.
મહાવીરદેવ પણ સંજાત ઉત્પન્ન થયો છે દિગ્મોહ જેને એવા પ્રાણીઓને અનાયતનમાં ગયેલાને, સ્થાનભ્રષ્ટ થયેલાને અર્થાત માર્ગભ્રષ્ટ થયેલા મુગ્ધ જે આત્માઓ તે આત્માઓને શું આ પૂર્વે માર્ગ? શું આ પશ્ચિમ માર્ગ? કે આ , ઉત્તર માર્ગ શ્રેય છે? એવા પ્રકારનો સંદેહ ઉત્પન્ન થયો છે જેને એવા, અને કોઈક નિષ્પાપ માર્ગ બતાવશે !” એમ એકબીજાની પાછળ લાગેલા છે