________________
પ્રદીપિકા
૭૩
ગ્રંથના કરનારા મહાત્મા “રાગદ્વેષના ઉદયી છે એ પ્રમાણેના સામાન્ય વચન વડે કરીને આગમ વ્યવહારીના વચનને અનુસરતા એવા ઉસૂત્રકંકુદ્દાલ ગ્રંથના કર્તાની હીલના કરનારા આત્માઓ “જેનાભાસો છે, મુમતીઓ છે, અને અરિહંત આદિની આશાતના વડે કરીને પરિત્યક્ત સમ્યક્તવાળા છે એમ અમે કહીએ છીએ, એ પ્રમાણે આશાતનાજન્ય સમ્યક્ત પરિત્યાગ કહ્યો.
કષાય ઉદય જન્ય જે સમ્યક્ત પરિત્યાગ છે તે તો ચાલુ અધિકારમાં અત્યંત ઉપયોગના અભાવ વડે કરીને અહીંયા વિસ્તારતા નથી. એ પ્રમાણે સમ્યક્ત પરિત્યાગનું સ્વરૂપ કહ્યું.
હવે જો કે સમ્યક્ત પરિત્યાગનું સ્વરૂપ જણાવતાં મારા વડે નિપુણઆત્માઓને વિષે ફરી સમ્યક્તનું આરોપણ પણ થઈ જ ગયું છે, તો પણ કેટલાક મુગ્ધ આત્માઓ અને દુર્વિદગ્ધ આત્માઓને સમ્યક્ત આરોપણ કરવું તે દુઃસાધ્ય છે એમ વિચારીને પ્રકારાન્તરે સમ્યક્તનું આરોપણ જણાવાય છે. તે આ પ્રમાણે :
તે સમ્યક્તના આરોપણને માટે પહેલાં તેને જ આ પ્રમાણે પૂછવું કે હે વિદગ્ધ ! સ્વપક્ષનું સ્થાપન કરનારા અને પરપક્ષનું ઉત્થાપન કરનારા હોવા વડે કરીને ઉસૂત્રકંદકુંદાલ તમને પ્રમાણ નથી તો ગણધર ભગવંતે રચેલી એવી દ્વાદશાંગીની વાત તો દૂર રહો; પરંતુ તમારા બનાવેલા ગ્રંથો તમોને જ પ્રમાણભૂત શી રીતે થશે? કારણ કે તે ગ્રંથો પણ સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ ઉત્થાપનાત્મક દેખાય છે. તે આ પ્રમાણે : તમારા તીર્થકર જે જિનદત્તાચાર્ય છે તેમણે જે ઉત્સુત્રપદોદ્ઘાટન કુલાદિક બનાવતાં જેવા તેવા પ્રલાપ કરવા દ્વારાએ પોતાની સિવાયનાને દૂષિત કહેલા જ છે. તે આ પ્રમાણે :
'मुद्धाणाययणगया चुक्का मग्गाओ जायसंदेहा । बहुजणपिट्ठिविलग्गा दुहिणो हुआ समाहूआ' ॥१॥
(ગણધર સાર્ધશતક મળે) આ ગણધર સાર્ધશતકની ઔષ્ટ્રિકોએ બનાવેલી વૃત્તિ આ પ્રમાણે છે : જેના વડે બોલાવાયા છે તે કોણ ? અનાયતનને પામેલા, આ અનાયતનનું સ્વરૂપ અમે આગળ કહીશું. તે અનાયતનને કેમ પામ્યા? ભ્રષ્ટ થયા હોવાથી, શેનાથી ભ્રષ્ટ થયા? સત્પથથી= સન્માર્ગથી.