________________
ઔષ્ટિકમતોત્સૂત્ર
બે દ્રવ્યો વડે જ આયંબીલ કરવું અધિક નહિ, એ પ્રમાણે કહે છતે ત્રણ ચાર આદિ યાવત્ ખપતાં દ્રવ્યોના ભેદથી ભિન્ન ભિન્ન એવા જે અનેક આયંબીલોના વિધાનો છે તેનો નિષેધ કર્યો ! પૌષધિકોના ભોજન નિષેધમાં એકાસણાદિ ભેદ ભિન્ન એવા અનેક પૌષધોનો નિષેધ કર્યો, અને અનેક આયંબીલ અને અનેક પ્રકારના પૌષધોમાંથી એક એક ભેદ સ્વીકારીને બીજા ભિન્ન ભિન્ન ભેદોનો તિરસ્કાર કરનારો ન્યૂનક્રિયા પ્રરૂપક કેમ ન થાય ?
૬૪
જો આમ ન હોય તો તિવિહાર અને ચોવિહાર ઉપવાસ, એ બંનેમાંથી એક ચોવિહારા ઉપવાસના ભેદને સ્વીકાર કરનારો પણ ઉગ્રક્રિયા પ્રરૂપક થશે, અને તેવી રીતે તો તે અભિનવ તીર્થંકર થાય છે. એટલે કરીને ન્યૂન ક્રિયા પ્રરૂપણરૂપ ઉત્સૂત્રનું નિરાકરણ કર્યું છે.
હવે અધિક ક્રિયા પ્રરૂપણરૂપ ઉત્સૂત્રનું નિરાકરણ કહેવાય છે. તેમાં રાત્રિ પોષાતીઓને રાત્રિના છેલ્લા પહોરે સામાયિક કરાય, તે સામાયિકસૂત્રની સાથે પણ વિરોધવાળું છે. કારણ કે તેમાં ‘જાવ પોસહં પન્નુવાસામિ' એ પ્રમાણેના ઉચ્ચારણ વડે કરીને પૌષધની અવિધ સુધીનું સામાયિક ઉચ્ચર્યું, અને તે પૌષધની અસમાપ્તિમાં જ ફરી તે સામાયિકનું ઉચ્ચરવું તે સૂત્રની સાથે એટલે કે ‘નાવ ોસદુંની સાથે વિરુદ્ધ છે.
જો આમ ન હોય તો મર્યાદા બાંધવાની વ્યર્થતા થાય છે અને ‘જાવ પોસહંના બદલે ‘પચ્છિમરત્તિ પન્નુવાસામિ' એ પ્રમાણેના પાઠ ઉચ્ચારનો પ્રસંગ ઊભો થાય છે, વળી પૌષધની અવિધ સુધીનું કરેલું-ઉચ્ચરેલું સામાયિક પણ પૌષધની સમાપ્તિ પહેલાં પણ સમાપ્ત થઈ ગયું, એ પ્રમાણેની બુદ્ધિ વડે કરીને નવીન સામાયિક કરાવતાં એવા જિનદત્ત આચાર્ય વડે કરીને જાવજજીવની અવિધવાળું=ચારિત્ર પણ ‘કેટલાક કાલ'ની અવિધ વડે કરીને જાવજીવની પહેલાં વારંવાર કેમ ઉચ્ચરાતું નથી ? ॥૧॥
સામાયિક અને પૌષધ કરતાં એવા શ્રાવકોને ત્રણ નવકાર ગણવાપૂર્વક સામાયિક દંડક અને પૌષધ દંડકનો પાઠ ત્રણવાર ઉચ્ચરાવવો તે આવશ્યક ચૂર્ણિ આદિની સાથે વિરુદ્ધવાળો છે. કારણ કે ત્યાં એવા પ્રકારનું ઉચ્ચારણનું દર્શન નહિ થતું હોવાથી.
વળી બાર વ્રત અને મહાવ્રત ઉચ્ચરાવવાના દૃષ્ટાંત વડે કરીને ત્રણ