________________
પ્રદીપિકા
જઘન્ય એવું શ્રાવકસ્વરૂપને જ જિનેશ્વર ભગવંતે કહેલ તત્ત્વ અને અર્થની શ્રદ્ધાને નહિ ઓળંગતો જ, અન્યથા નહિ. ઔષ્ટ્રિકોએ તો પૌષધિકોનો જઘન્ય આચાર પણ છોડાવી દીધો છે, તે મોટું સાહસ છે.
વળી સાધુઓને જે સાત સંખ્યાનો નિયમ કહેલો છે તે પણ હંમેશને માટે સામાન્ય પ્રયોજનને આશ્રીને જાણવો, અને પ્રયોજન વિશેષે તો ન્યૂનાધિકપણામાં દોષ નથી. ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાપૂર્વકના ઉપવાસવાળાઓને યાવત્ ચૈત્યાલયમાં ચૈત્યવંદનો કરનારાઓને વિષે તેવા પ્રકારનું દર્શન થતું હોવાથી યાવત્ ચૈત્યાલયમાં ચૈત્યવંદનો ઘણાં થતા હોય તો પણ એક જ ગણાય છે, તો ત્રણ સંધ્યાના ત્રણે ચૈત્યવંદનને એક ગણો ઇત્યાદિ પ્રશ્નોત્તરનું વિધાન સ્વયમેવ કરી લેવું અને તેથી કરીને ગણધર ભગવંતો આદિ આચાર્યની પરંપરામાં આવેલું જે છે તે તે રીતે જ આચરવું તેમાં શ્રેય છે, એમ વિચારીને પોતાની મતિકલ્પના વડે આત્માને ખેદ પમાડવો નહિ. Iટા
આચાર્ય સિવાય પ્રતિષ્ઠાનો જે નિષેધ છે તે પ્રતિષ્ઠાકલ્પ આદિની વિરુદ્ધ છે, તેમાં=ને કલ્પમાં ઉપાધ્યાય આદિને પણ અનુજ્ઞાત હોવાથી-શ્રી શત્રુંજય માહાભ્યને વિષે સામાન્ય સાધુ વડે પણ પ્રતિષ્ઠા કરાઈ છે. lલી
ગૃહસ્થીઓને આયંબીલમાં બે દ્રવ્યથી અતિરિક્ત દ્રવ્યોનો નિષેધ તો સાધુની અપેક્ષાએ ભિન્ન પ્રકારે કરીને કોઈપણ સ્થાને થતો નહિ હોવાથી સર્વ આગમથી વિરુદ્ધ છે. ૧ના
પૌષધિકોને ભોજન નિષેધ તો શ્રી આવશ્યકચૂર્ણિ આદિને વિષે વિરુદ્ધ છે કારણ કે તે આવશ્યકચૂર્ણિમાં પૌષધિકોને ભોજન વિધિ કહેલો છે. ૧૧
અહીં જે કોઈ આ પ્રમાણે વિચારે છે કે “આશ્ચર્યની વાત છે કે આયંબિલ કરનારાઓને બે દ્રવ્યથી અતિરિક્ત દ્રવ્યના નિષેધમાં અને પૌષધિકોના ભોજન નિષેધમાં ક્રિયાનું ન્યૂનત્વ કેવી રીતે ? અર્થાત્ ઉગ્રત્વ જ જણાય છે એમ કહેનારો અજ્ઞાનશેખર જાણવો, કારણ કે ત્યાં ન્યૂનપણું હોવા છતાં પણ ઉગ્રપણું જાણે છે તે આ પ્રમાણે :.