________________
પ્રદીપિકા
૫૭ (૧) સ્ત્રીજિનપૂજાનિષેધ, (૨) જિનગૃહમાં નર્તકી નૃત્ય નિષેધ, (૩) ચતુષ્કર્વી સિવાય પૌષધ નિષેધ, (૪) માસકલ્પ વિચ્છેદ, (૫) છઠ્ઠ અઠ્ઠમ આદિ તપોના સળંગ ઉચ્ચારનો નિષેધ, (૬) ગૃહસ્થોને પણ “પાણસ્સ'ના આગારનો ઉચ્ચાર નિષેધ, (૭) સાંપ્રતકાલે શ્રાવક-શ્રાવિકાઓને પ્રતિમા તપનો નિષેધ, (૮) પૌષધિકોને મધ્યાહ્નકાળ સિવાય દેવવંદનનો નિષેધ, (૯) આચાર્ય સિવાય પ્રતિષ્ઠાનો નિષેધ, (૧૦) બે દ્રવ્યથી વધારે દ્રવ્ય ગ્રહણ કરીને આયંબિલ કરવાનો નિષેધ, એકાસણું આદિ તપ કરવાવાળાં અસમર્થ આત્માઓને પૌષધનો નિષેધ. આ વગેરે ન્યૂન ક્રિયા નિરૂપણરૂપ પહેલું ઉસૂત્ર જાણવું. - રાત્રિપૌષધિકોને રાત્રિના છેલ્લાં પ્રહરે સામાયિક કરવું. ૧, સામાયિક અને પૌષધ કરતાં શ્રાવકોને ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણ વખત સામાયિક દંડકનો ઉચ્ચાર, ૨, સાધુને પણ ગૃહસ્થોને કહેલી વિધિ પ્રમાણે ઉપધાનનું વહન કરાવવું, ૩. એ અધિક ક્રિયા પ્રરૂપણરૂપ-બીજું ઉત્સુત્ર જાણવું.
૧. હવે સામાયિક દંડક ઉચ્ચર્યા પછી તુરત જ ઇરિયાવહિયં પડિક્કમવી, ૨. ચૌદશના ક્ષયે પાક્ષિક પ્રતિક્રમણની ભૂમિકા સ્વરૂપ-એ ત્રયોદશીથી યુક્ત એવી -જે ચૌદશ છે તેમાં દૈવસિક પ્રતિક્રમણ કરવું, અને દૈવસિક પ્રતિક્રમણની ભૂમિકારૂપ એવી પૂનમમાં પાક્ષિક પ્રતિક્રમણ કરવું, ૩. તેવી રીતે ચૌદશની વૃદ્ધિમાં પાક્ષિક પ્રતિક્રમણની ભૂમિકા સ્વરૂપ જે બીજી ચૌદશ તેમાં દૈવસિક પ્રતિક્રમણ કરવું, અને દૈવસિક પ્રતિક્રમણ સ્વરૂપ પહેલી ચૌદશમાં પાક્ષિક પ્રતિક્રમણ કરવું, ૪. શ્રાવણ માસની વૃદ્ધિમાં પર્યુષણાની ભૂમિકા સ્વરૂપભાદરવા સુદ ચોથની અપર્યુષણા કરવી, અને પર્યુષણાને અયોગ્ય એવા બીજા શ્રાવણ સુદ ચોથની પર્યુષણા કરવી, ૫. ભાદરવા માસની વૃદ્ધિમાં પર્યુષણાને યોગ્ય એવા બીજા ભાદરવા સુદ ચોથની પર્યુષણા નહિ કરવી, અને પર્યુષણાને અયોગ્ય એવી પહેલાં ભાદરવા સુદ ચોથને દિવસે પર્યુષણા કરવી, આ અયથાસ્થાન ક્રિયાપ્રરૂપણરૂપ ત્રીજું ઉત્સુત્ર જાણવું
હવે, ૧. મહાવીર સ્વામીના ગર્ભાપહારને છઠું કલ્યાણક કહેવું, ૨. આ લોકના કાર્ય માટે તીર્થકરને ભોગ આદિ ધરવા તે માનવું કે લોકોત્તર મિથ્યાત્વ થતું નથી, ૩. આ લોકને માટે ચામુંડિકા-ક્ષેત્રપાલ આદિનું આરાધન કરવું, પંચ નદી આદિનું સાધન તે લૌકિક મિથ્યાત્વ નથી થતું, ૪. સાંગરિક