________________
ઔષ્ટિકમતોત્સૂત્ર
૫૬
તમારા ગ્રંથોના અનુસારે શ્રી જિનેશ્વરસૂરિથી ‘ખરતર બિરુદ' થયું નથી, એમ અર્થથી પ્રાપ્ત થતું હોવા છતાં પણ જેવી રીતે ખરતરોના ગ્રંથોને વિષે ઔક્ટ્રિક ગ્રંથોને વિષે તેનું-જિનેશ્વરસૂરિનું ખરતર બિરુદ થયું. એ પ્રમાણે સ્પષ્ટ લખ્યું છે, તો તમારા ગ્રંથોને વિષે જિનેશ્વરસૂરિનું તેવું ‘ખરતર બિરુદ’ નથી, એવું કોઈપણ ઠેકાણે કેમ લખ્યું નથી ? ત્યારે તેને કહેવું કે હે મિત્ર ! તેવા પ્રકારનું લખવું ત્યારે થાય કે વિપ્રતિપત્તિ વડે કરીને વિવાદ ઊભો થયે છતે આમ લખવાનું સંભવે અને તે આજ સુધી તેવા પ્રકારની વિપ્રતિપત્તિનો અભાવ જ હોવાથી તેવું લખવાનું ક્યાંથી હોય ?
અને વિવાદ ઉત્પન્ન થયે છતે તો લખવાનું થાય જ, જેમ અત્યારે મારા વડે લખાયું ! ઔક્ટ્રિકને તો તેવા પ્રકારનું લખવું યાદૈચ્છિક એવા પોતાના નામની સહેતુકતા કરવાને માટે હોય જ, પરંતુ લખાણ માત્ર વડે કરીને સંતોષ ન કરવો, પરંતુ વિચાર કરવામાં સમર્થ એવા અર્થની પ્રાપ્તિ થયે છતે સંતોષ કરવો. જેવી રીતે દૂધના અભિલાષી આત્માઓએ નાના સ્તનવાળી એવી દૂધ દેનારી ગાય પુષ્ટિ માટે થાય છે, તેવી રીતે મોટા વૃષણવાળો બળદિયો થતો નથી. ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો સ્વયં જાણી લેવા.
તેથી કરીને ખરતર પટ્ટાવલી આદિને અનુસારે શ્રી જિનેશ્વરસૂરિનું ખરતર બિરુદ શ્રદ્ધા કરવા લાયક નથી, પરંતુ પૂછતાં એવા આત્માઓની પાસે શ્રી જિનદત્તાચાર્ય વડે કરીને જ યાદૈચ્છિક નામ પ્રગટ કરાયું છે, એમ તાત્પર્ય જાણવું, એ પ્રમાણે શ્રીમત્ તપાગચ્છરૂપી જે આકાશના ચોગાનમાં સૂર્ય સમાન શ્રી વિજયદાનસૂરિજીના શિષ્ય ઉપાધ્યાયશ્રી ધર્મસાગરગણિ વિરચિત ઔષ્ટ્રિકમતોત્સૂત્ર પ્રદીપિકામાં ઔક્ટ્રિક નામ વ્યવસ્થાપના લક્ષણ નામનો પહેલો અધિકાર પૂર્ણ થયો.
હવે બીજા અધિકારમાં ઔક્ટ્રિક મતના ઉત્સૂત્રને ઉઘાડા કરીને આગમ સાક્ષીએ તેનો તિરસ્કાર કરાય છે. તેમાં ઉત્સૂત્ર ચાર પ્રકારે સંભવે છે. તે આ પ્રમાણે (૧) ન્યૂન ક્રિયા પ્રરૂપણરૂપ, (૨) અધિક ક્રિયા પ્રરૂપણરૂપ, (૩) અયથાસ્થાન પ્રરૂપણરૂપ અને (૪) વસ્તુવિતથ પ્રરૂપણરૂપ. આ ચારમાં કોકનું-કોઈક-કોઈકમાં અને કેટલાંક ભાંગાઓ સંભવે છે,
ઔષ્ટ્રિકમાં તો ચારેય પ્રકારના કષાયોથી પણ અનંત દુઃખ દેનારા એવા ચારેય ભાંગાઓ સંભવે છે. તે આ પ્રમાણે :