________________
[ ૭૪ ]
પ્રબોધ ચિંતામણિ
તાવિક (આત્મ સંબંધી) સુખને જ ભેગવતા એવા તેમાં વસતા લોકે દેવ સંબંધી સવિકલ્પીક સુખને તૃણની માફક પણ માનતા નથી; અર્થાત્ દેવ સંબંધી સુખને તૃણથી પણ હલકું માને છે. કારણકે રાજ્યની પ્રાપ્તિવાળાને જેમ ભંડાર દુર્લભ નથી તેમ જેનું નામ સાંભળવાથી પણ પ્રાણીઓને મહા સુખ થાય છે એવી મેક્ષનગરી તે પ્રવચન શહેરમાં રહેનારા લેકને દુર્લભ નથી.
પોતાને લાયક સ્થાનના લાભની ચિંતાથી પીડાએલી નિવૃત્તિએ તે શહેરમાં શાંતિના કારણભૂત અક્ષદમન (પાંચે ઈદ્રિયને વશ કરવી તે) નામનું વન દીઠું; જ્યાં સાધુઓના મુખરૂપ કુંડથી પેદા થએલું અને કર્ણરૂપ નકની સાથે મળેલું અહંતુ ભગવાનના વચનરૂપ અમૃત, ઘણા ભવભ્રમણથી ખેદ પામેલા જીને સુખ આપે છે અને જ્યાં ધર્મભુતિરૂપ લતા (વેલી)થી પેદા થએલ ઉત્તમ કાવ્યરૂપ પુષ્પોના અર્થરૂપ મકરંદ (પુષ્પના રસ)નું પાન કરીને યોગીના મનરૂપ ભમરાઓ આનંદિત થઈ રહ્યા છે. તે પવિત્ર વનમાં પરિશ્રમ દૂર કરવા માટે વિશ્રામ લેતી નિવૃત્તિઓ, નજીકમાં ત્રણ ભૂમિવાળા ઉંચા યુગ (જ્ઞાન, દર્શન અને ચારિત્ર) રૂપ મહેલમાં રહેનાર, સ્નિગ્ધ અને ગંભીર દષ્ટિના પાતથી પાપના સમૂહનો નાશ કરનાર, કમળ અને દેદીપ્યમાન આકૃતિવડે પોતાને અલૌકિક જણાવનાર, સર્વ વિદ્યાનું રક્ષણ કરનાર, પાપી જીવને ભય ઉપજાવનાર અને દેખવાથીજ આનંદ આપનાર કોઈ એક દિવ્ય આકૃતિવાળા મનુષ્યને છે. તે વખતે હર્ષને ઉન્ન થવા વડે માંચથી ઉલ્લસિત શરીરવાળી