________________
[૪૮].
પ્રબંધ ચિંતામણિ
પહોંચાડે. મન પ્રધાન પોતાની મેળે જ આ જીવને સર્વસ્વ આપે છે અને વળી પાછું લઈલે છે તેમજ તે પિતાની મેળેજ દેહધારીઓનો બંધ અને મોક્ષ વિસ્તરે છે. કોડ વર્ષ પર્યત અજ્ઞાનતપ કરવાવાળા અને દંભથી દુર્બળ શરીરવાળા પ્રાણીઓને આ પ્રધાને જોરથી સાતમી નરકમાં પહોંચાડ્યા છે. તેમજ ઘણા ભાગ્યથી (પાંચ ઇંદ્રિયેના) વિષયને પેદા કરી તેનાથી શરીરરૂપ યષ્ટિ (લાકડી)ને પુષ્ટ કરીને આ પ્રધાને કેટલાક જીવોને સર્વાર્થસિદ્ધિ વિમાન પ્રત્યે અને કેટલાક જીને મેક્ષ પર્યત પહોંચાડ્યા છે. તપ, જપ, દયા અને દાનાદિ સગુણોને ગૌણ કરીને પ્રાણીઓને ફળ પ્રાપ્ત થવાને અવસરે મન પ્રધાન પોતાનું પ્રમાણપણું ઈચ્છે છે.
વિવેચન-તપ, જપ, દયા, અને દાનાદિ કરવાના અવસરે મનના શુભાશુભ પરિણામને અનુસરે તેનું ફળ મળે છે. તપ, જપ, દયા અને દાન તેના તેજ હોય છતાં તે કરવાના અવસરે મનના પરિણામ કલુષિત હોય તે તેનું શુભ પરિણામવાળું ફળ મળતું નથી, આજ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે દાનાદિક દરેક કાર્યોના ફળમાં મન પિતાનું પ્રમાણપણું ઈચ્છે છે. અર્થાત્ પિતાનું ધાર્યું જ થાય છે, એમ બતાવી આપે છે.
માયાથી મોહિત થયેલા પ્રધાનને તે (માયા)નો મેહ નામનો પુત્ર પ્રિય થયે. તે છતાં ઉપેક્ષા કરાયેલ પણ વિવેક વનના વૃક્ષની માફક વૃદ્ધિ પામ્યું. એક દિવસે પોતાની આગળ કીડા કરતા મનોહર મુખવાળા વિવેક પુત્રને જોઇને