________________
પ્રિસ્તાવના) આ પ્રબોધ ચિંતામણી ગ્રંથ અંચળગચ્છીય શ્રી જયશેખરસૂરીએ સંવત ૧૪૬૨માં બનાવેલો છે અને તેનું ભાષાંતરે તપાગચ્છાધિપતિ શ્રી મુક્તિવિજયજી ગણિના શિષ્ય આચાર્ય વિજય કમલસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પંન્યાસજી શ્રી કેશરવિજયજી મ.સાહેબે હસ્તાક્ષરે લખીને તૈયાર કરેલ છે. તેની અંદર વતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભજીના શિષ્ય શ્રી ધર્મરુચિ અણગારે એક ઠાકોર પાસે કહેલી પોતાની હકીકત સમાવી છે તે હકીકત પોતાના ચરિત્ર રૂપની નથી, પરંતુ આ જીવને સંસાર પરિભ્રમણ થતાં અનુભવ સંબંધી છે. એમાં મુખ્ય તો મોહ અને વિવેકનું સ્વરૂપ બહુ સારું ચિતર્યું છે. આ ગ્રંથના સાતિ અધિકાર છે. તેમાં પહેલા અધિકારમાં પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. બીજા અધિકારમાં પદ્મનાભતીર્થકરનું ચરિત્ર તથા ધર્મરુચિ મુનિના વર્ણન સહિત છે.
મોહ અને વિવેકની ઉત્પત્તિ અને મોહને રાજ્ય આપવું એ વર્ણનાત્મક ત્રીજો અધિકાર છે. મોહને રાજ્યની પ્રાપ્તિના વર્ણન સ્વરૂપ ચોથો અધિકાર છે.
મોહરાજાના ચરપુરુષોને વિવેકની તપાસ માટે મોકલવાની હકીકતવાળો અને કંદર્પના દિવિજયના વર્ણન સ્વરૂપ પાંચમો અધિકાર છે.