________________
પ્રબોધ ચિંતામણિ
[ ૨૬૧ ]
મતનાં વચને, વ્યાધિથી થતી પીડા, રાજા આદિથી થત ભય, ડાંસ અને મચ્છર પ્રમુખ મુદ્ર જેતુથી થતી કદર્થના, ટાઢના કારણથી થતે કપ, તાપથી ઉત્પન્ન થત સંતાપ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને પવનાદિથી થતે ઉપદ્રવ, ભૂતેથી તે પરાભવ, સ્વપર ચકથી ઉત્પન્ન થતે ભય, ક્ષુદ્ર યંત્ર અને મંત્રાદિથી કરેલી કાયાની નિયંત્રણ, વ્યસન સંબંધી કલેશ, અપર દ્રોહીઓને પ્રવેશ, શાકિની આદિને આવેશ, શત્રુઓને કદાગ્રહ, દેણદારને માટે ધિક્કારના શબ્દો, દુર્જન પુરુષનાં ઉખલ વચને, દારિદ્રતા, દુર્ભિક્ષ (દુકાળ) આજીવિકાને માટે ચિંતા, નાટક, હાસ્ય, ગીત ઈદ્રજાળ આદિ કૌતુક જોવાની ઈચ્છા, જ્ઞાનની વિસ્મૃતિ, ભ્રાંતિ, બુદ્ધિને વ્યાપેહ, સંશય, રૂપારૂપી સર્વસ્વ (ધન)નો ગ્રાસ કરવાની લાલસાવાળી જરારૂપ રાક્ષસી, વ્રતધારી જીવને ભક્ષણ કરવાવાળા યમરાજાથી કરાતી મરણની શંકા, ગર્વથી ઘેલા થયેલા શ્રીમાન (ધનાઢ્ય) પુરુષના ગવરૂપ બાફથી તપેલા મુખનું જેવું, તેઓના દાસ થવાની ઈચ્છા, તેઓના આક્રોશનું ખમવું તેમજ ખાવાની ઈચ્છા, પીડા અને ભય જે સ્થાનમાં બીલકુલ નથી એવા મેક્ષસ્થાનમાં તે હંસરાજા નિશ્ચ રહેઠાણ મેળવશે. પછી અનંત જ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદરૂપ અમૃતવડે તૃપ્ત થયેલ તે ત્યાં અનંત કાળપર્યત નિર્ભયપણે સુખની અંદર રહેશે. નિરંતર નિર્મળ સજ્ઞાન દર્શનરૂપ તિને આશ્રય કર