________________
[૨૬]
પ્રબોધ ચિંતામણિ કરવાની સ્થિતિને જાણ તે મુખ અને ઉદર આદિ રંધ્રો (છિદ્રો)ના સદ્દભાવે આમ તેમ રહેલા પોતાના આત્મપ્રદેશેને એકઠા પિંડીભૂત કરશે. પછી યંત્રથી છુટેલા બાણની માફક અથવા પાણીને વિષે લેપરહિત થયેલા તુંબડાની માફક ચેતના સહિત તે ઊર્વ દિશામાં દોડશે, અને અચિંત્ય શક્તિવાન તેમજ મહા વેગવાન તે સરલ રક્ત (ગતિવડે) એકદમ એક સમયમાં પરમપદ (મેક્ષ)ને પામશે.
(મેક્ષની સ્થિતિ અને તેના સુખનું વર્ણન) તે પરમપદ–મેક્ષમાં વાસ રૂપ બંદીખાનામાં નિવાસ, પ્રસવ વખતની વેદના, બાલ્યાવસ્થા, ધૂળની કીડા, ભણાવનારથી થતી તાડના, માનની હાનિ, ધનને નાશ તથા કુટુંબના કલેશયુક્ત (કોધાદિક) કષાય અને (પાંચ ઇન્દ્રિયના) વિષયેથી ઉત્પન્ન થતી યૌવન સંબંધી વિડંબના, વિયેગ રૂપ અગ્નિની જવાળાથી ઉત્પન્ન થયેલ શૈકરૂપ જવર, વ્યાપારના નાશ વિગેરેથી ઉત્પન્ન થતે બીજાઓ તરફને પરાભવ, ધનની આશાથી દેશને લાભ, 'ન્યાયમાર્ગ, રાજસેવા પ્રમુખ પરિશ્રમે, કષ્ટદાયી વ્યાપાર, જળ, સ્થળમાગે ગમનાગમન, બાળકની લાળ, વિષ્ટા અને મૂત્રના સંસર્ગને વિષે સુખની કપના, સ્ત્રીના ચરણનો આઘાત, સ્ત્રી પ્રત્યે કહેવા પડતા ખુશા* ૧ કેઈ અન્યાય કરનાર હોય તે ન્યાયમાર્ગ સ્થાપવામાં આવે, પણ પરમપદ (મેક્ષ)માં અન્યાય કરનાર જઈ શક નથી તેથી ત્યાં તે માંગ પણ નથી