________________
[૧૮૪]
પ્રબંધ ચિંતામણિ કલેશ—એ અનંતગુણી વૃદ્ધિવડે પ્રતિદિન વધારવા લાગ્યો. અનુક્રમે રાજાએથી પણ ન જીતી શકાય એવે અને રાક્ષસની માફક જગતને ક્ષોભ પમાડતે તે (કળિકાળ) પણ આ જગતમાં સર્વ જીવોનું અસ્થિરપણું હોવાથી કાળાંતરે મરણ પામ્યા. ત્યારપછી કળિકાળ મરણ પામવાથી મેહરાના સ્વામિભક્તિ અને બળાદિક તેના ગુણેને સંભારી સંભારીને વિલાપ કરવા લાગ્યું. “શત્રુઓને નાશ અને સ્વજનાનું પોષણ જેમ આ કળિકાળે કર્યું તેમ કઈ પણ વીમાની (આત્માને વીર માનનાર) તે પ્રમાણે કરી શકશે? અરે ! ખેદની વાત છે કે વિધાતા મહા રૂપવાળા, મહા બુદ્ધિવાળા, મહા શૌર્યવાળા અને મહા બળવાન પુરુષને પ્રાયે દીર્ધાયુષી બનાવતી જ નથી. જેમ સર્પથી વૃક્ષ અને મગરથી પાણીનું આક્રમણ (પરાભવ) કરાય છે તેમ છે કળિકાળ ! તારા વિના દીનતા પામેલું મારું સૈન્ય શત્રુવડે સુખેથી આક્રમણ (પરાભવ કરાશે. આ પ્રમાણે વિલાપ કરીને વળી મેહરાજા વિચારે છે કે સ્ત્રી અને બાળકને સુલભ એવા રૂદનથી હવે સયું; જે આ મારી બે ભુજાઓ કુશળ છે તે બીજે પૃથ્વી ઉપર (મારાથી વધારે) કેણ છે?
(આ પ્રમાણે નિર્ણય કરીને) સૂર્ય સમાન કાંતિવાળા મેહરાજા શેકરૂપ અંધકારને ભેદી આલ બનપૂર્વક ઉઠીને પિતાની વાણીવડે પૃથ્વીરૂપ સેનાને સમ્યફ પ્રકારે ભાવત (વાસિત) કરી. તેણે આશ્વાસિત (હિંમતવાળું) કરેલું બધું સૈન્ય ઉલ્લાસ પામ્યું, અને વિચારવા લાગ્યું કે –“આ