________________
પ્રબોધ ચિંતામણિ
[૧૬૭] (ખરાબ આશા) નામની ગોત્રદેવીને પૂજીને વિનંતિ કરી હતી કેહે ભગવતી ! અને મેળવીને આવેલા મારા પુત્રને જે હું જીવતી છતી જોઈશ તે તારી આગળ હું વર્ધાપના (વધામણાને ઉત્સવ) કરીશ. તે મારું મનેરથરૂપ વૃક્ષ આજે ફળીભૂત થયું છે, માટે હે સખીઓ ! તેને ઉત્સવ કરેવાને માટે તમે મંત્રી આદિની સ્ત્રીઓના સમૂહને નિમંત્રણું કરે. પણ પહેલાં યુવરાજની ભ્રાંતિ નામની રાણીને બેલા, અને પછી અમાત્ય (પ્રધાન)ની તસ્વરૂચિ નામની સ્ત્રીને, સેનાપતિની અવજ્ઞા નામની સ્ત્રીને, કેટવાળની દુર્વા નામની સ્ત્રીને, *પુરહિતની સાધુનિંદા નામની સ્ત્રીને, પનગરશેઠની ત્વરા (ઉતાવળ) નામની સ્ત્રીને, ભંડારીની કૃપણુતા નામની સ્ત્રીને, બાળમિત્રની અજ્ઞાનતા નામની સ્ત્રીને, દાણીની અવસ્થા નામની સ્ત્રીને, સામંતની તે તે પ્રકારની ચાહના નામની સ્ત્રીઓને, શય્યાપાલની જીહ્મતા (મંદપણા) નામની સ્ત્રીને, દેશપાલની ઈર્ષા, અહંકૃતિ, વંચના અને આધિ નામની સ્ત્રીઓને, વંઠેની લાલસા નામની સ્ત્રીને, છત્ર ધારણ કરનારની કુભાવના નામની સ્ત્રીને, ગુપ્તિપાળની અતિતૃણું. લલતા અને કુશળતા નામની સ્ત્રીઓને, રસયાની દુષ્ટઘટના નામની સ્ત્રીને અને કરૂણચારિઓની રૂચિ નામની સ્ત્રીને હે સખીઓ! તમે બોલાવી લાવો.”
૧ મિથ્યાદ્રષ્ટિ ૨ પ્રમાદ ૩ વિપર્યાય ૪ પાખંડીની પ્રશંસા કરનાર ૫ આક્ષેપ ૬ સંચય ૭ ચાર્વાક