________________
[૧૬]
પ્રબંધ ચિંતામણિ રના મોતીના સાથીઓએથી ત્યાં રસ્તાઓ ભાવેલા છે એવા, ઘરના અગ્રભાગ ઉપર જયાં કુશીલતારૂપ કલેશેની શ્રેણીઓ સ્થાપના કરેલી છે એવા, નાટ્યરસ અને હાસ્યરસથી પ્રતિષ્ઠિત નટ અને વિદૂષકને સમૂહ જ્યાં છે એવા, આશ્રવ નામના ગેખ (ઝરૂખા)ની અંદર નરનારીને સમૂહ
જ્યાં બેઠેલે છે એવા અને હર્ષની આકુળતાથી એકઠા મળતા ચપળ લેકના કોલાહલથી વ્યાકુળતાવાળા નગરમાં વિસ્મયપૂર્વક નગરના લેકેથી જેવાતા મન્મથે પ્રવેશ કર્યો. તે વખતે બંદીવૃંદ તેની સ્તુતિ કરે છે કે –“હે મન્મથ ! તે પુષ્પબાણથી જેવી રીતે ત્રણ જગતને જીત્યા તે પ્રમાણે જીતવાને બીજું કેણ સમર્થ છે? માટે આવી વીરવૃત્તિથી તું દુનિયાના સુભટોમાં મુખ્ય સુભટ છે. હે મહાદેવના ગણના વિલાસનો પરાભવ કરનાર ! બ્રહ્માની વેદની વાણીને નિરાસ કરનાર ! વિષ્ણુના સારંગ ધનુષ્ય અને સુદર્શન ચકની હાંસી કરનાર ! હાથમાં વજને ધારણ કરવાવાળા ઇંદ્રને પણ વિસ્તુળ કરનાર ! એક પાતળા તાંતણવડે સમુદ્રના વિસ્તારની તુલના કરનાર ! સૂર્યના કિરણોના પ્રકાશને મંદ કરનાર ! ચંદ્રની કળાના કલાપ (સમૂહ)ની અવહીલન કરનાર ! મડર્ષિઓના પ્રબળ શ્રાપને નિષ્ફળ કરનાર ! વિષધર (સર્પ)ની વિષમ લાળનો તિરસ્કાર કરનાર ! દુર્ધર (દનિવાર) સિંહની ફાળને પાછી ફેરવનાર ! ગરૂડની મોટી પાંખના વાયરાની પણ અવગ ગુના કરનાર ! વિકટ સુભટના શસ્ત્રઘાતને પણ નષ્ટ કરનાર! શૌચવાદિઓના શૌચનો અંત લાવનાર ! પાખંડિઓના માનનું ખંડન કરનાર ! યેગીશ્વરના વેગને ભંગ કરવામાં