________________
( સ મ ૫
|
એ મારા પરમ ઉપકારી ગુરુદેવ! આપના ચરણે શું ધરું? આપશ્રીએ મારા જીવન ઉપવનમાં ગુણરૂપી પુષ્પને પરાગ પ્રસાર્યો અને શ્રુતજ્ઞાનની વર્ષા કરી મારા સંયમ પંથને નિષ્કટ બનાવી. વિનય અને વૈયાવચ્ચના અપ્રતિપાતિ ગુણ વિકસાવી. પરમાત્મા વીતરાગદેવની આજ્ઞાની અદ્વિતીય ભેટ આપી મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે તે વાત્સલ્ય મૂર્તિ ધ્યાનમગ્ન પરમ ગુરુદેવ પૂજ્યપાદાચાર્ય દેવ ૧૦૦૮ શ્રીમદ્ વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટાલંકાર શાન્તરસ વારિધિ પરમ તારક પૂજ્યપાદ ગુરુદેવ ૧૦૦૮ શ્રી વિજય પ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમલમાં આત્માની શાશ્વત જ્યોતિને પ્રગટ કરી સાચી સ્વતંત્રતા બક્ષનાર આ પ્રબોધ ચિતામણિ નામનું પુસ્તક આપના તૃતીય સ્વર્ગારેહ દિને સમર્પણ કરી મારા જીવનને ધન્યાતિ ધન્ય માનુ છું,
લી. આપને સદા ત્રણ ભવદીય ચરણોપાસક પંન્યાસ હેમપ્રભાવિજયજીની અનંતશઃ વંદના