________________
પ્રખ્ખાધ ચિંતામણિ
[43]
બીજો કોણ સમ છે ! માટે આ નગરીમાં રહેલા નિરંજન રાજાની સેવા કર, કે જેની પ્રસન્નતાનો એક લેશ પણ સવ - સિદ્ધિનું કારણ છે. આ (અહુત) એકલા પણુ મેહુરાજાનો નાશ કરવાને સમર્થ છે; અ। તેના જે સેવકો છે તે પણ તે વૈરીનો નિગ્રડ ( નાશ ) કરવાના આગ્રહુવાળા છે. આ રાજાને સાનુ, ઘેાડા અને હાથી પ્રમુખની ભેટ પ્રીતિ દેવાવાળી થતી નથી; ફક્ત આત્મજ્ઞાનીના હૃદયની નિ`ળતાએ કરીને તે સતેષ પામે છે. તેની સેવાનું ફળ અપ્રમાદી ચિત્તવાળાને પ્રાપ્ત થાય છે. કેમકે તેમની સેવા અને પ્રમાદ એ બંનેને ગાય અને વાઘની માફક જાતીવૈર છે. તેના લાખા સેવકને પ્રમાદે દીવાન કરી જોરથી મેહુરાજાના નગરમાં લઇ જઇને દાસ બનાવ્યા છે. હું કુળનો ભાર વહન કરનાર ! આ કારણથી તું પ્રમાદને કિંચિત્ પણ અવકાશ આપીશ નહીં. તેનો સ વૃત્તાંત અવસરે હું તને નિવેદન કરીશ.”
આ પ્રમાણે માતાની શીખામણ સાંભળીને હથી વિકાસ પામેલા નેત્રવાળા વિવેકે કહ્યું કે “હે માતા ! તમારી આજ્ઞા મારા મસ્તક ઉપર [હા] ચડાવું છું. ગર્ભ ધારણ કરવાથી અને તેનું પેષણ કરવાથી માતાપણું ધારણ કરવું તે તો પશુઓની સાથે સમાન છે; પણ પુત્રને આ પ્રકારનો બેધ આપવાવાળી હાવાથી સ્તુતિ કરવા લાયક માતા તે તુ એકજ છે. હે માતા ! તારા ઉપદેશનુ એક એક વાકય ક્રેડ સુવર્ણ વડે પણ મળતુ દુ^ભ છે, તો હું તારા સવ ઉપદેશનો અટ્ટણી (ઋણુ રહિત) કેમ થઇ શકીશ ? હું માતા ! આજે તમે મને હિતોપદેશને લાયક ગણ્યા તેથી