SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ તેઓ વિજય સુધીના અને વિદ્યાધરોના ૫૫-૫૫ નગરોની બે શ્રેણીવાળા છે. આમ ૩,૭૪૦ વિદ્યાધરોના નગરો છે. (૭૯-૮૨) ગિરિવિત્થરદીહાઓ, અડુચ્ચચઉપિહુપવેસદારાઓ । બારસપિહુલાઉ અડુ-ચયાઉ વેઅઃ દુગુહાઓ || ૮૩ ।। વૈતાઢ્યપર્વતની પહોળાઈ જેટલી લાંબી, ૮ યોજન ઊંચા - ૪ યોજન પહોળા - ૪ યોજન પ્રવેશવાળા દ્વારોવાળી, ૧૨ યોજન પહોળી, ૮ યોજન ઊંચી, વૈતાઢ્યપર્વતની બે ગુફાઓ છે. (૮૩) તમ્મઝદુઓઅણઅં-તરાઉ તિતિવિદ્ઘરાઉ દુણઈઓ । ઉમ્મગનિમગ્ગાઓ, કડગાઉ મહાણઈગયાઓ ।। ૮૪ ॥ ૫૨૩ તે ગુફાઓની મધ્યમાં ૨ યોજનના અંતરવાળી, ૩-૩ યોજન પહોળી ઉન્મગ્ના અને નિમગ્ના નામની બે નદીઓ છે. તે ગુફાની દિવાલમાંથી મહાનદીઓને મળે છે. (૮૪) ઇહ પઇભિત્તિ ગુણવ-ણમંડલે લિહઇ ચક્રિ દુદુસમુહે । પણસયધણુહપમાણે, બારેગડજોઅણુજ્જોએ ॥ ૮૫ ।। આ ગુફામાં ચક્રવર્તી ૫૦૦ ધનુષ્ય પ્રમાણવાળા, (પહોળાઈમાં) ૧૨ યોજન (લંબાઈમાં) ૧ યોજન (ઊંચાઈમાં) ૮ યોજન પ્રકાશ કરનારા સામ સામે બે, દરેક દિવાલ ઉપર ૪૯-૪૯ મંડલો લખે છે. (૮૫) સા તમિસગુહા જીએ, ચક્કી પવિસેઈ મજ્ગખંડતો । ઉસ અંકિઅ સો જી-એ વલઇ સા ખંડગપવાયા ॥ ૮૬ ॥ જેનાથી ચક્રવર્તી મધ્યખંડમાં પ્રવેશે છે તે તમિસ્રા ગુફા છે. ઋષભકૂટને અંકિત કરીને તે જેનાથી પાછો ફરે છે તે ખંડપ્રપાતગુફા છે. (૮૬) કયમાલ-નટ્ટમાલય-સુરાઉ વદ્ધઇણિબદ્ધસલિલાઉ । જા ચક્કીતા ચિટ્ઠતિ, તાઓ ઉગ્ધડિયદારાઓ ॥ ૮૭ ||
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy