________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
છસરિકૂડેસુ તહા, ચૂલા ચઉવણતરુસ જિણભવણા । ભણિયા જંબુદ્દીવે, સદેવયા સેસઠાણેસુ ॥ ૭૭ II જંબૂઢીપમાં ૭૬ ફૂટો (કુલગિરિના ૬ કૂટો, ગજદંતગિરિના ૪ ફૂટો, વૈતાઢ્યના ૩૪ કૂટો, વક્ષસ્કા૨પર્વતોના ૧૬ ફૂટો, જંબૂવૃક્ષના ૮ ફૂટો, શાલ્મલીવૃક્ષના ૮ કૂટો) ઉપર, મેરુપર્વતની ચૂલિકા ઉ૫૨, ૪ વનોમાં, જંબૂવૃક્ષ-શાલ્મલીવૃક્ષ ઉપર જિનભવનો કહ્યા છે. શેષ સ્થાનોમાં દેવતાના ભવનો છે. (૭૭) કરિકૂડકુંડણઇદહ-કુરુકંચણયમલસમવિઅઅેસુ I જિણભવણવિસંવાઓ, જો તં જાણંતિ ગીઅસ્થા ।। ૭૮ ॥ કરિકૂટ, કુંડ, નદી, દ્રહ, કુરુક્ષેત્રમાં કાંચનગિરિ, ૪ યમક પર્વતો, વૃત્તવૈતાઢ્યપર્વતો ઉપર જિનભવનો હોવાનો જે વિસંવાદ છે તેને ગીતાર્થો જાણે છે. (૭૮) પુવ્વાવરજહિંતા, દસુચ્ચદસપિહુલમેહલચઉક્કા । પણવીસુચ્ચા પણ્ણા-સતીસદસજોઅણપિહ્ત્તા ।। ૭૯ વેઈહિં પરિક્ખિત્તા, સખયરપુરપણસટ્ટિસેણિદુગા । સદિસિંદલોગપાલો-વોગિ ઉવરિલ્લમેહલયા ।। ८० 11 દુદુખંડવિહિઅભરહે-રવયા દુદુગુરુગુહા ય રુપ્પમયા । દો દીહા વેઅડ્ડા, તહા દુતીસં ચ વિજએસુ ॥ ૮૧ ॥ ણવરં તે વિજયંતા, સખયરપણપણપુરદુસેણીઆ । એવં ખયરપુરાઈ, સગતીસસયાઈ ચાલાઈ ।। ૮૨ ।।
૭૯ ।।
પૂર્વ અને પશ્ચિમ સમુદ્ર સુધીના છેડાવાળા, ૧૦ યોજન ઊંચી - ૧૦ યોજન પહોળી ૪ મેખલાવાળા, ૨૫ યોજન ઊંચા, ૫૦૩૦-૧૦ યોજન પહોળા, વેદિકાથી પરિવરાયેલા, વિદ્યાધરોની ૫૦ અને ૬૦ નગરોની બે શ્રેણિવાળા, પોતાની દિશાના ઈન્દ્રના લોકપાલોને ઉપભોગ યોગ્ય ઉપરની મેખલાવાળા, ભરત-ઐરવતના બે-બે ભાગ કરનારા, બે-બે મોટી ગુફાવાળા, ચાંદીના બે દીર્ઘ વૈતાઢ્યપર્વતો છે તથા વિજયોમાં ૩૨ દીર્ઘ વૈતાઢ્યપર્વતો છે, પણ
૫૨૨