________________
૫૧૯
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
હિમવંતક્ષેત્રમાં ગંગાનદીથી બમણા પરિવારવાળી રોહિતાશારોહિતા નદીઓ વહે છે. હિરણ્યવંતક્ષેત્રમાં તેમની સમાન પરિવારવાળી સુવર્ણકૂલા-રૂપ્યફૂલા નદીઓ વહે છે. (૬૦) હરિવાસે હરિમંતા, હરિસલિલા ગંગચઉગુણઈઆ .. એસિ સમા રમયએ, સરકંતા હારિકતા ય છે ૬૧ .
હરિવર્ષક્ષેત્રમાં ગંગા નદીથી ચારગુણી નદીઓવાળી હરિકાંતા-હરિસલિલા નદીઓ વહે છે. રમ્યકક્ષેત્રમાં એમની સમાન પરિવારવાળી નરકાંતા-નારીકાંતા નદીઓ વહે છે. (૬૧) સીઓઆ-સીઆઓ, મહાવિદેહમ્પિ તાસુ પત્તેયં || ણિવડઇ પણલખ દુતી-સસહસ અડતીસ ણઇસલિલ || દુર //
મહાવિદેહક્ષેત્રમાં સીતાદા અને સીતા નદીઓ છે. તેમનામાં દરેકમાં ૫,૩૨,૦૩૮ નદીઓનું પાણી પડે છે. (૬૨) કુણઈ ચુલસીસહસા, છગ્રેવંતરણઈલ પઇવિજયં દો દો મહાણઈઓ, ચઉદસહસ્સા પત્તેય | ૬૩ છે.
કુરુક્ષેત્રમાં ૮૪,૦૦૦ નદીઓ, છ અંતરનદીઓ, દરેક વિજયમાં બે બે મહાનદીઓ, દરેકની ૧૪,૦૦૦ નદીઓ. (આમ સીતોદા-સીતા નદીઓની દરેકની ૫,૩૨,૦૩૮ નદીઓ થાય છે.) (૬૩) અડસયરિ મહeઈઓ, બારસ અંતરણઈલ સેસાઓ / પરિઅરણઈ ચઉદ્દસ, લખા છપ્પણ સહસા ય ૬૪ /
૭૮ મહાનદીઓ, ૧૨ અંતરનદીઓ અને શેષ ૧૪,૫૬,000 પરિવાર નદીઓ (જંબૂદ્વીપમાં છે.) (૬૪) એગારડણવકુડા, કુલગિરિજુઅલરિંગે વિ પત્તેએ ઈઈ છપ્પણ ચલ ચલ, વક્ઝારેસુ ત્તિ ચઉસટ્ટી / ૬૫ /
કુલગિરિના ત્રણ જોડકામાં દરેક ઉપર ૧૧, ૮, ૯ કૂટો છે. આ પ૬ કૂટો છે. વક્ષસ્કારપર્વતો ઉપર ૪-૪ કૂટો છે. એમ ૬૪ કૂટો છે. (૬૫)