________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૦૯ - સૂક્ષ્મ ટુકડાઓથી ભરેલો, ઉત્સધાંગુલથી ૪ ગાઉ પ્રમાણવાળો ગોળ પ્યાલો દરેક સમયે ટુકડા કાઢવાથી જેટલા કાળે ખાલી થાય તે એક ઉદ્ધાર પલ્યોપમ છે. (૫) પઢમો જંબૂ બીઓ, ધાયઈસંડો અ પુષ્કરો તઈઓ .. વાણિવરો ચઉત્થો, ખીરવરો પંચમો દીવો || ૬ | ઘયવરદીવો છઠ્ઠો, ઈખુરસો સત્તમો અ અટ્ટમઓ ! નંદીસરો આ અરુણો, ણવમો ઇચ્ચાઈ સંખિજ્જા / ૭ //
- પહેલો જંબૂદ્વીપ, બીજો ધાતકીખંડ, ત્રીજો પુષ્કરવરદ્વીપ, ચોથો વાણિવરદ્વીપ, પાંચમો ક્ષીરવરદ્વીપ, છઠ્ઠો વૃતવરદ્વીપ, સાતમો ઈશુરસદ્વીપ, આઠમો નંદીશ્વરદ્વીપ, નવમો અણદીપ વગેરે અસંખ્ય દ્વિીપો છે. (૬, ૭). સુપસત્યવત્થામા, તિપડોઆરા તહાડરુણાઈઆ .. ઇંગણામેડવિ અસંખા, જાવ ય સૂરાવભાસ ત્તિ | ૮ |
- સૂર્યાવભાસદ્વીપ સુધી અતિસારી વસ્તુના નામવાળા, ત્રિપ્રત્યવતાર, એક નામના પણ અસંખ્ય, અરુણ વગેરે દ્વીપો છે. (૮) તત્તો દેવે નાગે, જન્મે ભૂએ સયંભુરમણે અ | એએ પંચ વિ દીવા, ઈગેગણામા મુણે અબ્બા | ૯ ||
ત્યાર પછી દેવદ્વીપ, નાગદ્વીપ, યક્ષદ્વીપ, ભૂતદ્વીપ અને સ્વયંભૂરમણદ્વીપ - આ પાંચેય દ્વીપો એક-એક નામવાળા જાણવા. (૯) પઢમે લવણો બીએ, કાલોઅહિ એસએસુ સવેસુ ! દીવસમનામયા જા, સયંભુરમણોદહી ચરમો | ૧૦ ||
પહેલા દ્વિપને ફરતો લવણસમુદ્ર છે. બીજા દ્વીપને ફરતો કાળોદધિ છે. શેષ બધા દ્વીપોને ફરતા દ્વીપની સમાન નામવાળા સમુદ્રો છે. યાવત્ છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. (૧૦) બીઓ તઈઓ ચરમો, ઉદગરસા પઢમચઉત્થપંચમચા ! છઠ્ઠોડવિ સનામરસા, ઈખુરસા સેસજલનિહિણો |૧૧ //