________________
૪૦૫
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
અભિતર દીવો-દહીણ પડિપુન્નચંદiઠાણો. જંબૂદીવો લખે, વિખંભાયામ ભણિઓ // ૬ ||
દ્વિીપ-સમુદ્રોની મધ્યમાં, સંપૂર્ણ ચંદ્ર આકારવાળો, લંબાઈપહોળાઈથી ૧ લાખ યોજનનો જંબૂદ્વીપ કહ્યો છે. (૬)
વિખંભવમ્મદહગુણ-કરણી વટ્ટમ્સ પરિરઓ હોઈ ! વિકખંભપાયગુણિઓ, પરિરઓ તસ્સ ગણિયાય | ૭ |
પહોળાઈના વર્ગને ૧૦થી ગુણી વર્ગમૂળ કરવું એ વૃત્તની પરિધિ છે. પહોળાઈના ચોથા ભાગથી ગુણાયેલ પરિધિ તેનું ક્ષેત્રફળ છે. (૭)
પરિહી તિલકખ સોલસ-સહસ્સ દો ય સય સત્તવીસહિયા / કોસતિયટ્ટાવીસ, ધણસય તરંગુલદ્ધહિયં | ૮ |
જંબૂદ્વીપની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન ૩ ગાઉ ૧૨૮ ધનુષ્ય ૧૩ ૧|ર અંગુલથી અધિક છે. (૮)
સત્તેવ ય કોડિયા, ઉયા છપ્પન્નસયસહસ્સા ય ? ચણિઉ ચ સહસ્સા, સયં દિવઢ ચ સાહિયં / ૯ // ગાઉયમેગે પનરસ-ધણસયા તહ ધણુણિ પન્નરસો સર્ફેિ ચ અંગુલાઈ, જંબુદ્દીવસ્ય ગણિયાય | ૧૦ ||
જંબૂદ્વીપનું ક્ષેત્રફળ સાધિક ૭,૯૦,પ૬,૯૪, ૧૫૦ યોજન, ૧ ગાઉ, ૧,૫૧૫ ધનુષ્ય, ૬૦ અંગુલ છે. (૯-૧૦)
એગાઈહિલખંતે, પણવીસસહસ્સ સંપુણે કાઉં ! દુગ છaઉઈ દુસહસ્સ, ચઉર ગુણભાગહારેહિં | ૧૧ |
એક (અર્ધગુલ)થી ત્રણ લાખ (યોજન) સુધીની સંખ્યાને ૨૫,૦૦૦ થી ગુણીને ગુણાયેલાને ર-૦૬-૨૦૦૦-૪ ભાગહારો વડે ભાગવાથી ક્ષેત્રફળ આવે છે. (૧૧)
વયરામઈએ જગઈએ, પરિગઓ અટ્ટજોયણુચ્ચાએ ! બારસ અટ્ટ ય ચીરો, મૂલે મઝુવરિ અંદાએ | ૧૨
વજય, ૮ યોજન ઊંચી, મૂળમાં, મધ્યમાં અને ઉપર ૧ર૮-૪ યોજન પહોળી જગતીથી (જબૂદ્વીપ) વીંટાયેલો છે. (૧૨)