________________
४०४
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
બૃહત્સંગસમાસ
મૂળગાથા અને શબ્દાર્થ
અધિકાર પહેલો
(જંબૂઢીપ) નમિઉણ સજલજલહર-નિભસ્મર્ણ વદ્ધમાણજિણવસહં. સમયખેત્તસમાસ, વાચ્છામિ ગુરુવએસણું || ૧ |
પાણીવાળા વાદળ જેવા અવાજવાળા વર્ધમાન જિનેશ્વરને નમીને સમયક્ષેત્રના સંક્ષેપને હું ગુરુ-ઉપદેશથી કહીશ. (૧)
જંબુદ્દીવાઈયા, સયંભુરયણાયરા વસાણાઓ ! સવ્વ વિ અસંખિજ્જા, દીવોદહિણો તિરિયલોએ / ૨ /
તિસ્કૃલોકમાં જંબૂદ્વીપ આદિવાળા અને સ્વયંભૂરમણસમુદ્ર અંતવાળા બધા ય અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. (૨).
ઉદ્ધારસાગરાણ, અઢાઈજાણ જત્તિ સમયા. દુગુણાદુગુણા પવિત્થર-દીવોદહિ રજુ એવઈયા ૩
૧ રાજમાં બમણા-બમણા વિસ્તારવાળા, અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમયો છે એટલા દ્વીપ-સમુદ્રો છે. (૩)
અઢાઈજ્જા દીવા, દોત્રિ સમુદ્દા ય માણસ ખેd. પણમાલસયસહસ્સા, વિખંભાયામ ભણિય || ૪ ||
અઢી દ્વીપ અને બે સમુદ્ર એ મનુષ્યક્ષેત્ર છે. તે લંબાઈપહોળાઈથી ૪૫ લાખ યોજન કહ્યું છે. (૪)
એગા જોયણકોડી, લખા બાયાલ તીસ સહસ્સા ય સમયખેત્તપરિરઓ, દો ચેવ સયા અઉણપન્ના || ૫ | ૧,૪૨,૩૦,૨૪૯ યોજન સમયક્ષેત્રની પરિધિ છે. (૫)