________________
૧૦
સાંભળેલી-નહીં વાંચેલી હકીકતો જાણી હૃદય વિસ્મિત થઈ જશે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા ઘણું નવું નવું જાણવાનું-માણવાનું મળશે.
આ પુસ્તકમાં પરીધિ, જીવા, ઈર્ષા, ધનુ પૃષ્ઠ, બાહા, ક્ષેત્રફળ, ઘનફળ વગેરેના ગણિત પણ કરીને બતાવ્યા છે. તેથી ગણિતનો પણ સારો અભ્યાસ થાય છે.
પરમ પૂજય પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રગુરુદેવ વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજય ગુરુદેવ સમતાસાગર પંન્યાસપ્રવર શ્રીપદ્રવિજયજી મહારાજા - આ ત્રણે ગુરુદેવોની અચિંત્ય કૃપાના બળે જ આ કાર્ય સંપન્ન થયું છે. એ ત્રણે ગુરુદેવોના ચરણોમાં અનંતશ વંદના.
આ પુસ્તકમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો તેની ક્ષમા માગું છું.
આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ જીવો જૈનભૂગોળનું સાંગોપાંગ જ્ઞાન મેળવી શીધ્ર મુક્તિસુખને પામો એ જ અંતરની અભિલાષા.
વિ.સ. ૨૦૬૯, વિર સં. ૨૫૩૯, ઈ.સ. ૭-૫-૧૩ ચૈત્ર વદ ૧૩, (પરમ પૂજ્ય પ્રગુરુદેવ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની ૨૦મી સ્વર્ગારોહણતિથિ) પિંડવાડા (રાજસ્થાન)
- પરમ પૂજ્ય સંયમૈકનિષ્ઠ પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી મહારાજનો ચરણકમલભ્રમર આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ