________________
૯
આમ છ અધિકારોમાં પદાર્થોનું નિરૂપણ કર્યું છે.
પછી બૃહત્સેત્રસમાસના મૂળગાથા-શબ્દાર્થનું સંકલન કર્યું છે. ત્યાર પછી લઘુક્ષેત્રસમાસના મૂળગાથા-શબ્દાર્થનું સંકલન કર્યું છે. ત્યાર પછી છ પરિશિષ્ટોનું સંકલન કર્યું છે.
પહેલા પરિશિષ્ટમાં ગુજરાતી-અંગ્રેજી પારિભાષિક શબ્દોનું સંકલન છે. બીજા પરિશિષ્ટમાં વ્યાખ્યાઓનું સંકલન છે.
ત્રીજા પરિશિષ્ટમાં કરણોનું સંકલન છે.
ચોથા પરિશિષ્ટમાં ગણિતના સૂત્રોનું સંકલન છે.
પાંચમા પરિશિષ્ટમાં કરણો અને સૂત્રોના સમન્વયનું સંકલન છે. છઠ્ઠા પરિશિષ્ટમાં ગણિતની સરળ પદ્ધતિઓનું સંકલન છે.
આ પુસ્તકમાં પદાર્થો સરળ અને રસાળ શૈલીમાં સમજાવ્યા છે. લાંબુ વિવેચન વર્જાયું છે. સંક્ષેપમાં સ્પષ્ટ બોધ થાય તે રીતે પદાર્થો રજૂ કર્યા છે. પદાર્થોને સમજાવવા કોઠાઓ અને ચિત્રો પણ મૂક્યા છે. ચિત્રો પૂજ્ય પંન્યાસશ્રી નિત્યાનંદવિજયજી મહારાજ સંપાદિત ‘બૃહત્સેત્રસમાસ’ પુસ્તકમાંથી સાભાર લીધા છે.
પુસ્તકની શરૂઆતમાં વિસ્તૃત વિષયાનુક્રમ મૂકેલ છે. તેથી આ પુસ્તકમાં આવતાં વિષયોનો સામાન્યથી બોધ થશે.
લોકો sightseeing માટે જાય છે. તેનાથી કર્મ બાંધે છે. આ પુસ્તકના માધ્યમે મનુષ્યક્ષેત્રની સફર થાય છે. તેનાથી લખલૂટ કર્મનિર્જરા થાય છે.
આ પુસ્તક દ્વારા જૈન ભૂગોળ એટલે કે સાચી ભૂગોળનું જ્ઞાન થાય છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા મેળવેલું મનુષ્યક્ષેત્રનું જ્ઞાન સંસ્થાનવિચય નામનું ચોથું ધર્મધ્યાન કરવામાં ઉપયોગી બને છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સોના-ચાંદી-રત્નના પર્વત વગેરે ક્યારેય નહીં જોયેલી-નહીં