________________
८३
રૂછપનિષત્ શ્લોક-૨૭ : આત્મસ્વરૂપ विजातीयव्यामिश्रताऽभावात्, अत एव ज्ञानी, विजातीयस्यैव ज्ञानावारकत्वेन तदभावे ज्ञानस्य विधुवारिधरनीत्या स्वयम्भूतयाऽऽविर्भावात्, अत एव योगीन्द्रगोचरः, ज्ञानैकविग्रहतया परेषामदृश्यत्वात् ।
ननु प्रत्यक्षमीक्ष्यमाणसंयोगापलापेन न युक्तमेकत्वाद्यापादयितुमिति चेत् ? अत्राह - बाह्येत्यादि । उपरागस्थानीया
કારણ કે વિજાતીય = પુગલ સાથે મારું મિશ્રણ થયું નથી, માટે જ જ્ઞાની, વિજાતીય જ જ્ઞાનનું આવારક છે, તેથી તે ન હોવાથી મારું જ્ઞાન પોતાની મેળે જ પ્રગટ થાય છે. જેમ કે વાદળાના અભાવમાં ચંદ્ર પોતાની મેળે પ્રગટ થાય છે. માટે જ યોગીન્દ્રવિષય = યોગીન્દ્ર જ જોઈ જાણી શકે તેવો, કારણ કે જ્ઞાન એ જ મારી કાયા છે. તેથી બીજાઓ માટે હું અદશ્ય છું.
શંકા - પણ સંયોગો તો પ્રત્યક્ષ દેખાય છે, તેથી તેમનો અપલાપ કરીને એકત્વની સિદ્ધિ કરવી ઉચિત નથી.
સમાધાન - આનો જ જવાબ આપતા કહ્યું છે - બાહ્ય ઈત્યાદિ. આશય એ છે કે જેમ સ્ફટિકમાં લાલપીળા રંગનું પ્રતિબિંબ પડે, તેમાં સ્ફટિકને કોઈ ફરક પડતો નથી, તેમ દેખાતા સંયોગોથી પણ મને કોઈ ફરક