________________
૭૨ શ્લોક-૨૪ઃ પરિષહાદિના અસંવેદનનું ફળ રૂછોપવેશ: क्षुधापिपासाप्रभृतेरुपसर्गाणां च दिव्यादीनामसंवेदनात्, तदुपयोगविरहात्, भवति ह्युन्मीलितनयनस्याप्युपयोगाभावे पुरःस्थितहस्तिनोऽप्यदर्शनम्, एवमध्यात्मानुस्यूतान्तःकरणस्य तदितरावेदनमप्युपपद्यत एव, अत एव पारमर्षम् - न मे देहे परीसहा - इति (आचाराङ्गे) तद्वेदने तु योगत्वस्यैवायोगः, प्रायस्तस्यार्त्तध्यानानुपातित्वात्, अत एवाहुर्योगलक्षणं परेऽपि - અવે વિડુમ્ – કૃતિ (મહોપનિષદ્રિ) |
- ભૂખ, તરસ વગેરેનું તથા દિવ્ય વગેરે ઉપસર્ગોનું સંવેદન ન થવાથી, કારણ કે તેના પ્રત્યે ઉપયોગ નથી. કોઈની આંખ ખુલ્લી હોય, પણ જો તેને ઉપયોગ ન હોય તો સામે રહેલો હાથી પણ દેખાતો નથી. એ રીતે જેનું મન અધ્યાત્મયોગમાં પરોવાયેલું છે, તેને બીજી વસ્તુનું સંવેદન ન થાય, એ વાત ઘટે જ છે. માટે જ પરમર્ષિનું વચન છે કે, “મારા શરીરમાં પરીષહો નથી.” (આચારાંગસૂત્ર)
જો પરીષહ વગેરેનું સંવેદન થતું હોય, તો એ દશામાં અધ્યાત્મયોગ જ ગેરહાજર છે, એમ માનવું પડે, કારણ કે એ સંવેદન પ્રાયઃ આર્તધ્યાનમાં અંતભૂત હોય છે. માટે જ અન્યોએ પણ યોગનું લક્ષણ આવું કહ્યું છે – જ્ઞાનીઓએ સંવેદનના અભાવને યોગ તરીકે જાણ્યો છે.